લેજન્ડરી અભિનેતા ઇરફાન ખાનના નિધન બાદ બૉલિવુડ ઉપરાંત હૉલિવુડ અને પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી. દેશ અને દુનિયાભરના ચાહકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઇરફાનને યાદ કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ નસીરૂદ્દીન શાહે પણ એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે ઇરફાન એના કરતા પણ સારો અભિનેતા હતો. દરમ્યાન ઇરફાન ખાન, નવાજુદ્દીન સિદ્દિકી અને દીપક ડોબ્રિયાલની એક શોર્ટ ફિલ્મ વાયરલ થઈ રહી છે.

બાયપાસ નામની આ 15 મિનિટની સાયલન્ટ ફિલ્મમાં તમામ કલાકારોએ તેમની અભિનયની રેન્જ દર્શાવી છે.

ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી એના મિત્ર દીપક ડોબ્રિયાલ સાથે મળી એક કારને લૂટે છે. કારમાં બેઠેલા કપલને મારી કિમતી ચીજો લૂંટી રહ્યા હતા ત્યારે એક પોલીસને આવતો જોઈ બંને ત્યાંથી ભાગીને એક ઢાબા પર પહોંચે છે. ત્યાં પોલીસ અધિકારી બનેલા ઇરફાનની એન્ટ્રી થાય છે. બંને કલાકાર ડાયલોગ્સને બદલે આંખોના હાવભાવથી સંવાદ સાધે છે. દૃશ્યમાં બંનેની બૉડી લેન્ગ્વેજ કમાલની છે.

શોર્ટ ફિલ્મ બાયપાસના નિર્માતા છે આસિફ કાપડિયા અને દિગ્દર્શન કર્યું હતું અમિત કુમારે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here