કેન્સરની સારવાર લઈ પાછા ફરેલા ઇરફાન ખાને એની આગામી અંગ્રેજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ પૂરૂં કરી પાછો મુંબઈ ફર્યો ત્યારે એને જોઈ લોકોમાં ખુશીને બદલે ચિંતાનું મોજું ફરી વળ્યું.

હકીકતમાં મુંબઈ પાછો ફરેલો ઇરફાન ખાન વ્હીલ ચૅરમાં ઍરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો ત્યારે મીડિયાકર્મીઓને જોયા કે એણે મોં છુપાવી દીધું. ઇરફાને માથે સફેદ ટોપી પહેરી હતી અને મોં પર કપડું બાંધ્યું હોવા છતાં એણે હાથેથી મોં ઢાંકી દીધું હતું.

ફોટો વાયરલ થયા બાદ અફવાઓનું બજાર ગરમ થવા લાગ્યું. લોકો અનેક પ્રકારની શંકા-કુશંકા કરવા લાગ્યા. આથી ઇરફાન ખાનના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ બહાર પાડવી પડી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ સાજા નરવા છે અને એક સર્જરી કરાવીને પાછા ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here