સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યા કે તમારી લાઇફની અંગત બાબતો પણ જગજાહેર થઈ જાય છે. તાજેતરમાં આમિર ખાનની પુત્રી  ઇરા ખાન એના બૉયફ્રેન્ડ મિશાલ સાથે રિલેશનશિપ કન્ફર્મ કરવા અંગે ચર્ચામાં છે ત્યારે, આ પ્રેમી પંખીડાનો રોમાન્ટિક ડાન્સ કરતો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં ડાન્સમાં લીન હોય છે ત્યારે બંનેનો કોમન ફ્રેન્ડ પણ થોડી ક્ષણો માટે વિડિયોમાં દેખાય છે. વિડિયોમાં ડાન્સ કરતા બંને વાત કરતા પણ દેખાય છે. બંનેના લૂક્સની વાત કરીએ તો ઇરાએ મસ્ટર્ડ યલો કલરનું ટૉપ અને ડાર્ક ગ્રીન શોર્ટ સ્કર્ટ પહેર્યું છે તો મિશાલ સફેદ શર્ટમાં એકદમ સિમ્પલ દેખાય છે.

લાંબા અરસાથી એની રિલેશનશિપ અંગે ચર્ચામાં રહેનારી મિસ્ટર પર્ફેક્શનિસ્ટની દીકરી ઇરા ખાન હવે ખુલ્લમખુલ્લા એના પ્રેમનો ઇઝહાર કરી રહી છે. તાજેતરમાં ૨૧મો જન્મદિવસ મનાવનાર ઇરા હવે એ કન્ફર્મ કરી ચુકી છે કે એ એના ક્લોઝ ફ્રેન્ડ અને મ્યુઝિશિયન મિશાલ કૃપલાની સાથે ડેટ કરી રહી છે. ઇરાએ એક ફોલોઅરને જવાબ આપતા આ વાતનો ખુલાસો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here