પૂરા વીસ વરસ બાદ સંજય લીલા ભણશાળી સલમાન ખાનને લઈ ઇન્શા અલ્લાહ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ બંને વચ્ચે અણબનાવ થતા ફિલ્મને અભરાઈ પર ચડાવી દેવાઈ. સલમાને ફિલ્મ છોડી હોવાના ન્યુઝ આવ્યા ત્યારથી એવું મનાઈ રહ્યું હતું કે હવે આ ફિલ્મ નહીં બને. પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે સંજય લીલા ભણશાળી ફિલ્મમાં એવા ફેરફાર કરી રહ્યા છે કે સલમાનને રિપ્લેસ કરી દેવાય.

સંજય આલિયાને તો ફિલ્મની હીરોઇન તરીકે રાખવા માંગે છે એટલે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં ઘણા પૈસા લાગી ચુક્યા હોવાથી ભણશાળીની ઇચ્છા છે કે ફિલ્મ બંધ ન કરવી. આલિયાએ આ ફિલ્મના અમુક દૃશ્યોનું શૂટિંગ પણ કર્યું હોવાનું કહેવાય છે. આલિયા પણ ફિલ્મ બંધ થવાના સમાચારને કારણે ઘણી પરેશાન હતી. પણ ભણશાળી કેમ્પમાંથી આવતા સમાચારે આલિયાને રાહત આપી હશે.

ઇન્શા અલ્લાહનો પ્લોટ સંજય લીલા ભણશાળીની જ અગાઉની ફિલ્મ જાનમ સમઝા કરો જેવો છે જેમાં સલમાન ખાન અને ઊર્મિલા માતોંડકર હતા. ફિલ્મની વાર્તા ફોર્ટી પ્લસ ઉદ્યોગપતિની છે જે જીવન પ્રત્યે ગંભીર નથી. એટલે એના પિતા એને એક જ શરતે પૂરી મિલકત એના નામે કરશે જો એ જીવનશૈલી બદલે અને કોઈના પ્રેમમાં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here