શૂજિત સરકાર દિગ્દરિશિત અને અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ ગુલાબો સિતાબો ઓટીટી પ્લેટફોર્મ પર 12 જૂને રિલીઝ થઈ રહી હોવાના સમાચારની સહી હજી સુકાઈ નથી ત્યાં  આઈનોક્સ મલ્ટીપ્લેક્સ ચેઇને એનો કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.

આઈનોક્સે એક પત્ર દ્વારા તેનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, આઇનોક્સ છેલ્લા ઘણા વરસથી વર્લ્ડ ક્લાસ થિયેટર બનાવી રહ્યું છે અને એનો હેતુ છે દર્શકો સુધી ક્લાસ ફિલ્મો પહોંચાડવાનો.

પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે આ મુશ્કેલ સમયમાં આ ઘણી દુખદ બાબત કહેવાય કે અમારા એક પાર્ટનર ઘણા વરસોથી ચાલી આવેલા આ સંબંધ સાચવી રહ્યા નથી. એ પણ એવા સમયે જ્યારે ખભેખભો મેળવીને ઊભા રહેવાની જરૂર છે.

આઈનોક્સે વધુમાં જણાવ્યું હતું કે, આવું કદાચ પહેલીવાર થઈ રહ્યું છે કે તેઓ અમારી ભાગીદારી તોડી રહ્યા છે. અમે અને કન્ટેન્ટ પ્રોડ્યુસર ઘણા સમયથી પાર્ટનર છીએ. અમે આ વાત ફરી જણાવવા માંગીએ છીએ કે આને કારણે આવકને મોટો આંચકો લાગશે.

પત્રમાં લખ્યું છે કે, અમે બધા કન્ટેન્ટ ક્રિએટરને વિનંતી કરીએ છીએ કે તેઓ વરસો જૂની થિયેટર સિસ્ટમને છોડે નહીં અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ ન કરે. ઉપરાંત વેલ્યુ ચેઇનના તમામ લોકોના હિતનું ધ્યાન રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here