હૉલિવુડના 46 વરસના કલાકાર ઇદ્રિસ એલ્બાએ એનાથી 17 વરસ નાની 29 વર્ષની પ્રેમિકા સબરીના ધોવરે સાથે લગ્ન કર્યા છે. મોરોક્કોમાં યોજાયેલા ત્રણ દિવસના સમારંભમાં લગ્ન થયાં હતાં. ગયા વરસે બંનેની સગાઈ થઈ હતી.

આ ખાસ અવસર માટે ધોવરેએ વેરા વાંગના બે શાનદાર ડ્રેસની પસંદગી કરી હતી. મેરેજ સેરેમની દરમ્યાન બાડરેટ શૈલીનો ગાઉન અને રિસેપ્શનમાં મોતી ટાંકેલા ડ્રેસ પર પસંદગી ઉતારી હતી. જ્યારે એલ્બા પણ ઓજવાલ્ડ બોટેંગના સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર મુકેલા ફોટોમાં બંને એક-બીજાને ભેટતા હોય એવો પોઝ આપ્યો છે. ફોટોમાં ધોવરેની આંગળીમાં ખૂબસૂરત વીંટી ચમકતી દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here