છૂટાછેડા બાદ પણ હૃતિક રોશન અને સુઝેન સારા મિત્રો છે એ જગજાહેર છે. બંને પોતાના બાળકો માટે સમયાંતરે મળતા રહે છે અને તેમની સાથે સમય વીતાવે છે જેથી તેમને મા-બાપની ખોટ સાલે નહીં.  જોકે એવું પણ નથી કે બંને બાળકો માટે જ મળે છે. ઘણી વાર તેઓ સાથે સમય ગાળવા પણ મળતા હોય છે. જેમ કે આજે (રવિવારે) બંને ફિલ્મ જોવા ગયા હતા.

હૃતિક રોશન અને સુઝેન ખાન મુંબઈના જુહૂ ખાતે આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા. અગાઉ પણ બંને અહીં અનેકવાર ફિલ્મ જોવા આવ્યા છે. જોકે રવિવારે સાંજે તેઓ ફિલ્મ જોવા એકલા નહોતા આવ્યા પણ તેમના ખાસ મિત્રો પણ સાથે હતા. છૂટાછેડા બાદ પણ મળતા હોવા હોવાથી બંનેને મીડિયાનો કોઈ છોછ નથી અને ફોટો શૂટ પણ ખચકાટ વગર કરવા દે છે. આજે પણ બંને થિયેટરમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે બંનેએ ફોટોગ્રાફરોને પ્રેમથી ફોટો શૂટ કરવા દીધા હતા.

સુઝેન ખાન અને હૃતિક રોશન જ્યારે ફિલ્મ જાઈને બહાર નીકળ્યા ત્યારે બધાને ગળે મળી બાય કહ્યું હતું. થિયેટરની બહાર હૃતિક સાથે એનો ખાસ મિત્ર ગૉલ્ડી બહલ પણ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here