આપણી દેશી ભાષામાં જેને લફરૂં કહેવામાં અને સભ્ય ભાષામાં લગ્નબાહ્ય સંબંધ. દેશમાં એવા અનેક કપલ હશે જેમના જીવનમાં આવી ઘટના બની હોય. પણ આવા પ્રસંગે પતિ-પત્ની કેવો પ્રતિભાવ આપે છે એ પણ મહત્ત્વનું હોય છે. કોઈ ઠંડા કલેજે કામ લઈ સંબંધો પૂર્વવત કરવાના પ્રયાસ કરે છે તો કોઈ આવેશમાં આવી ખૂન પણ કરી બેસે એવા બનાવો રિયલ લાઇફમાં બન્યા છે.

લફરાસદન કોઈને પસંદ નથી પણ એ ફિલ્મ, ટીવી કે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા સૌને ગમતા હોય છે. આવો જ અનૈતિક સંબંધની વાત કહેતો શો આઉટ ઑફ લવ હૉટસ્ટાર વીઆઈપી પર ૨૨ નવેમ્બર ૨૦૧૯થી શરૂ થઈ રહ્યો છે. તમિલનાડુના કુન્નુરમાં આકાર પામતી વાર્તાના કેન્દ્રમાં છે ડૉક્ટર મીરા કપૂર. ૧૧ વર્ષના પુત્ર અને પતિ અકર્ષ કપૂર સાથે રહેતી મીરા સફળ ડૉક્ટરની સાથે મજબૂત મનોબળ ધરાવતી મહિલા છે. પરંતુ, એક દિવસ અચાનક મીરાને એના પતિના લગ્ન બાહ્ય સંબંધોની જાણ થાય છે, અને મીરાનું સમગ્ર જીવન બદલાઈ જાય છે. માત્ર વ્યક્તિગત જીવનમાં જ નહીં પ્રોફેશનલ લાઇફમાં પણ પરિવર્તન આવી જાય છે. હવે મીરા શું કરશે? પતિને માફ કરશે…ભૂલવાનો પ્રયાસ કરશે કે પછી વળતી લડત આપશે?

અનેક ઍવોર્ડ વિજેતા શો ડૉક્ટર ફોસ્ટર : આઉટ ઑફ લવના સત્તાવાર એડોપ્શનમાં બેવફાઈ, હૃદયભગ્ન થવા સાથે વિશ્વાસઘાતનો સામનો કરતા લગ્નજીવનને દર્શાવવામાં આવ્યું છે. આઉટ ઑફ લવમાં ડૉક્ટર મીરા કપૂરનું પાત્ર રસિકા દુગ્ગલે બખૂબી નિભાવ્યું છે તો બેવફા પતિના કેરેક્ટરમાં પૂરબ કોહલી જોવા મળશે. ઉપરાંત શોમાં સોની રાઝદાન, હર્ષ છાયા, અંજન શ્રીવાસ્તવ અને સંઘમિત્ર હિતાશી પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

બીબીસી સ્ટુડિયો દ્વારા નિર્મિત શોના દિગ્દર્શક છે તિગ્માંશુ ધુલિયા અને એઝાઝ ખાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here