અમેરિકન અભિનેત્રી સલમા હાયેકે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મુકી છે જેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. એણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એ ભારતીયોની દેવી લક્ષ્મીજીની ભક્ત છે. એણે પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે ભારતીયો લક્ષ્મી દેવીના ક્યા રૂપમાં માને છે.

સલમા હાયેકે લખ્યું હતું કે, હું જ્યારે આંતરિક સુંદરતા સાથે કનેક્ટ થવા માંગતી હોઉં ત્યારે લક્ષ્મીજીનું ધ્યાન ધરી મારા મેડિટેશનની શરૂઆત કરૂં છું. હિન્દુ ધર્મમાં એ ધન, સૌભાગ્ય, પ્રેમ, સુંદરતા, માયા, ખુશી અને સમૃદ્ધિનાં પ્રતીક છે. તેમની છબિ મને ઘણો આનંદ આપે છે અને આનંદ ક્યાંક ને ક્યાંક આંતરિક સુંદરતાની કેડી છે.

સલમા હાયેક જ નહીં, હૉલિવુડના અનેક સ્ટાર્સ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પ્રત્યે આકર્ષાયા છે. માઇલી સાયરસ અને જુલિયા રોબર્ટ્સ સહિત અનેક સેલેબ્સ ભારતીય દેવતાઓમાં વિશ્વાસ ધરાવે છે. માઇલી સાયરસ પણ લક્ષ્મીજીની પૂજા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here