અમદાવાદ ખાતે યોજાઈ રહી છે ગુજરાતી ફિલ્મોને બિરદાવતી

ગુજરાતી આઇકોનિક ફિલ્મ ઍવોર્ડ નાઇટ

ડિસેમ્બર મહિનો શરૂ થાય કે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજર જિફા  પર હોય છે. છેલ્લા ત્રણ વરસથી ફિલ્મોની કુલ 23 કેટેગરીમાં ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે. ચોથા વરસમાં પ્રવેશ કરી રહેલા ગુજરાતી આયકોનિક ફિલ્મ ઍવોર્ડમાં અનેક ફિલ્મોએ દસ કરતા વધુ નોમિનેશન્સ મેળવાયા છે. ગયા વરસે 70 જેટલી ફિલ્મો રિલીઝ થઈ હતી એના પ્રમાણમાં આ વરસે ફિલ્મો ભલે ઓછી રજૂ થઈ હોય પણ સફળતાની ટકાવારી વધુ રહી હતી. હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા આયોજિત જિફા ઍવોર્ડ આ વખતે અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે 25 ડિસેમ્બર 2019ની રાત્રે યોજાશે.

આ વરસે કઈ ફિલ્મને ક્યા અને કેટલા નોમિનેશન્સ મળ્યા છે એની જાહેરાત 5 ડિસેમ્બરે કરવામાં આવી હતી. કાર્યક્રમની સાથોસાથ ફિલ્મોના નિર્માતાઓને પણ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે આયોજકોએ જાહેરાત કરી હતી કે ગુજરાતી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે ડિસેમ્બર 2020ના ગુજરાતી આયકોનિક ફિલ્મ ઍવોર્ડનું આયોજન કેનેડાના ટોરન્ટો ખાતે કરાશે.

નવેમ્બર 2018 થી ઓક્ટોબર 2019 દરમ્યાન રિલીઝ થયેલી ફિલ્મોને જિફામાં સ્થાન અપાયું છે. આ વરસે રિલીઝ થયેલી ફિલ્મોમાંથી સૌથી વધુ નોમિનેશન મેળવી જવાનું માન વિજયગીરી બાવાની ફિલ્મ મોન્ટુની બિટ્ટુ (21 નોમિનેશન્સ) મળ્યા છે. તો પ્રતિક ગાંધી અભિનીત કંઇક હટકે ફિલ્મ ધુનકી 13 નોમિનેશન્સ સાથે બીજા નંબરે રહી હતી. જ્યારે ઉર્વિશ પરીખની ફિલ્મ કાચીંડો અને અભિન્ન – મંથનની ફિલ્મ ચાસણીને 12-12 નોમિનેશન્સ સાથે સંયુક્તપણે ત્રીજા સ્થાને રહી હતી.

આ સિવાય મલ્હાર ઠાકરની સાહેબ (11), ફૈઝલ હાશમી દિગ્દર્શિત સાયન્સ ફિક્શન શોર્ટ સર્કિટ (10), ધર્મેશ મહેતાની ચીલઝડપ (9), વિશાલ વડાવાલાની થ્રિલર રઘુ સીએનજી અને શ્યામ ખંધેડિયાની ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડરને 8-8 નોમિનેશન્સ મળ્યા છે. નૈતિક રાવલની કંઇક અલગ ટાઇટલ ધરાવતી 47 ધનસુખ ભવનને 6, બાપોદરાની જીગરજાન અને શૌનક વ્યાસની ટીચર ઑફ ધ યરને 4 -4 કેટેગરીમાં નોમિનેશનન્સ મળ્યા છે.

જ્યારે બાપ રે, હંગામા હાઉસ, વિજયપથ, કુટુંબ, દાદા હો દીકરી, પ્રેમમાં પ્કિચર, પ્રીત કટારી, જલસાઘર, સાહિલ, ફેકબુક ધમાલ અને યાર આવું તો થયા કરેને પણ અમુક કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે.

નેસલે જીફા ૨૦૧૯ નોમીનેશન લિસ્ટ

નેસ્ટલે જીફા એડિટર ઓફ ધ યર

ધર્મેશ ચાંચડીયા – કાચિંડો

પ્રબાહર – શોર્ટ સર્કીટ

નિધિ રાવત, ભરત રાવત – ચાસણી

પ્રતિક ગુપ્તા – મોન્ટુ ની બિટ્ટુ

શ્રીકુમાર નાયર – ધુનકી

મનન સાગર – સાહેબ

 

નેસલે જીફા એક્શન ડિરેક્ટર ઓફ ધ યર

ઇલીયાસ શેખ – ચીલ ઝડપ

ઇલીયાસ શેખ – વિજયપથ

હનીફ શેખ – શોર્ટ સર્કીટ

થ્રીલર મંજુ – કુટુંબ

થ્રીલર મંજુ – જીગરજાન

ઇકબાલ સુલેમાન – પ્રીત કટારી

 

નેસલે જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર

તૃપ્તિ તામ્હાને – ચીલ ઝડપ

એષા કટીયાર – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

ઉર્વીશ પરીખ – કાચિંડો

જય સિહોરા – મોન્ટુ ની બિટ્ટુ

સેતુ ઉપાધ્યાય, નીલ દોશી – ૪૭ ધનસુખ ભવન

સુધીર સુથાર – સાહિલ

 

નેસલે જીફા એક્ટર ઓફ ધ યર ઇન નેગેટીવ રોલ 

ભાવિની ગાંધી – કાચિંડો

ભાવિની જાની – દાદા હો દીકરી

અર્ચન ત્રિવેદી – સાહેબ

વિક્કી શાહ – શોર્ટ સર્કીટ

રોનક કામદાર – હવે થશે બાપ રે

રાગી જાની – ટીચર ઓફ ધ યર

 

નેસલે જીફા બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર

મેહુલ સુરતી – શોર્ટ સર્કીટ

મેહુલ સુરતી – મોન્ટુ ની બિટ્ટુ

સૈકતકુમાર સિંઘા – ૪૭ ધનસુખ ભવન

અથર્વ સંજય જોશી – રઘુ સીએનજી

પીયુષ કનોજીયા – ચીલ ઝડપ

અમર ખાંધા – સાહેબ

 

નેસલે જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર

સંજય મારવણીયા, જય પરમાર – રઘુ સીએનજી

બાબુલ ભાવસાર – કાચિંડો

ફૈઝલ હાશમી, ભાર્ગવ પુરોહિત, મોહસીન ચાવડા – શોર્ટ સર્કીટ

વિજયગીરી બાવા, રામ મોરી, પ્રાર્થી ધોળકિયા – મોન્ટુ ની બિટ્ટુ

અનીશ શાહ, કુલદીપ પટેલ – ધુનકી

ધર્મેશ મહેતા, વિહંગ મહેતા – ચીલ ઝડપ

 

નેસલે જીફા લિરિસીસ્ટ ઓફ ધ યર

રઈશ મણીયાર (ટાઈટલ ટ્રેક) – કાચિંડો

નિરેન ભટ્ટ – (ટાઈટલ ટ્રેક) ધુનકી

ભાર્ગવ પુરોહિત (તારી મારી વાતો…..) – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

પાર્થ તારપરા (રંગ દરિયો…..) – મોન્ટુ ની બિટ્ટુ

મિલિન્દ ગઢવી (પરદેશ ચાલી મેના…..) – મોન્ટુ ની બિટ્ટુ

વિનય દવે (છોરી માની ગઈ……) – જીગરજાન

 

નેસલે જીફા મ્યુઝીક ડિરેક્ટર ઓફ ધ યર

રાહુલ મુંજારીયા – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

મયુર નાદિયા – જીગરજાન

મેહુલ સુરતી – મોન્ટુ ની બિટ્ટુ

પીયુષ કનોજીયા – ચીલ ઝડપ

સિદ્ધાર્થ ભાવસાર – ધુનકી

અમર ખાંધા – સાહેબ

 

નેસલે જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર (મેલ)

કીર્તીદાન ગઢવી (વીરો આયો રે…..) – સાહેબ

જીગરદાન ગઢવી (તુજ રે…..) – ચાસણી

સિદ્ધાર્થ અમિત ભાવસાર (પાક્કી અમદાવાદી…..) – મોન્ટુ ની બિટ્ટુ

પ્રશાંત સતોસે (બેકઅપ સોંગ) – ચાસણી

રાકેશ બારોટ (છોરી માની ગઈ…..) – જીગરજાન

આદિત્ય ગઢવી (પરદેશ ચાલી મેના…..) – મોન્ટુ ની બિટ્ટુ

 

નેસલે જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર (ફિમેલ)

ઐશ્વર્યા મઝુમદાર (રંગ દરિયો…..) – મોન્ટુ ની બિટ્ટુ

નુતન સુરતી (ઘોળું ઘોળું…..) – મોન્ટુ ની બિટ્ટુ

ભૂમિ ત્રિવેદી (ટાઈટલ ટ્રેક) – ૪૭ ધનસુખ ભવન

યશિકા સિક્કા (ટાઈટલ ટ્રેક) – ધુનકી

કિંજલ દવે (દૂરબીનથી દુનિયા જોઈ…..) – દાદા હો દીકરી

દેબાંજલી બિસ્વાસ (ટાઈટલ) – કાચિંડો

 

નેસલે જીફા ડાયલોગ રાઈટર ઓફ ધ યર

સંજય મારવણીયા, જય પરમાર – રઘુ સીએનજી

ફૈઝલ હાશમી, ભાર્ગવ પુરોહિત, મોહસીન ચાવડા – શોર્ટ સર્કીટ

મંથન જોશી – ચાસણી

રામ મોરી – મોન્ટુ ની બિટ્ટુ

વિષ્ણુ ઠાકોર, સંજય ચૌહાણ – યાર આવું તો થયા કરે

અંકિત ગોર, અનીશ શાહ, કુલદીપ પટેલ – ધુનકી

 

નેસલે જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર

લોલીપોપ ડાન્સિંગ ગ્રુપ – ચીલ ઝડપ

ખુશ્બુ રૂપારેલીયા – કાચિંડો

દેવ થાપા – ચાસણી

પ્રિન્સ ગુપ્તા – મોન્ટુ ની બિટ્ટુ

માધવ કિશન – હંગામા હાઉસ

દીપક તુરી – વિજયપથ

 

નેસલે જીફા એક્ટર ઓફ ધ યર ઇન કોમિક રોલ

જીમિત ત્રિવેદી – ચીલ ઝડપ

હેમાંગ દવે – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

હિતેશ રાવલ – જલસાઘર

ઓજસ રાવલ – ચાસણી

હેમાંગ શાહ – મોન્ટુ ની બિટ્ટુ

સુનીલ વીસરાની – હવે થશે બાપ રે

 

નેસલે જીફા સિનેમેટોગ્રાફર ઓફ ધ યર

જીગ્નેશ પંડ્યા – ૪૭ ધનસુખ ભવન

અબ્દુલ વહીદ સિદ્દીકી – કાચિંડો

પ્રશાંત ગોહેલ – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

જેરેમી રેગન – શોર્ટ સર્કીટ

તપન વ્યાસ – ચાસણી

સુબ્રત ખટોઈ – મોન્ટુ ની બિટ્ટુ

 

નેસલે જીફા એક્ટ્રેસ ઓફ ધ યર ઇન સપોર્ટીંગ રોલ

કૌશુંબી ભટ્ટ – ધુનકી

સેજલ શાહ – ચાસણી

પીન્કી પરીખ – મોન્ટુ ની બિટ્ટુ

સરવરી જોશી – સાહેબ

મમતા ચૌધરી – હવે થશે બાપ રે

ગ્રીવા કંસારા – કાચિંડો

 

નેસલે જીફા એક્ટર ઓફ ધ યર ઇન સપોર્ટીંગ રોલ

દર્શન જરીવાલા – ચીલ ઝડપ

નિસર્ગ ત્રિવેદી – સાહેબ

ધર્મેશ વ્યાસ – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

સ્મિત પંડ્યા – શોર્ટ સર્કીટ

મેહુલ બુચ – ટીચર ઓફ ધ યર

ચેતન દૈયા – હંગામા હાઉસ

 

નેસલે જીફા એક્ટર ઓફ ધ યર

મલ્હાર ઠાકર – સાહેબ

પ્રતિક ગાંધી – ધુનકી

રોનક કામદાર – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

મૌલિક જગદીશ નાયક – મોન્ટુ ની બિટ્ટુ

શૌનક વ્યાસ – ટીચર ઓફ ધ યર

ગૌરવ પાસવાલા – ૪૭ ધનસુખ ભવન

 

નેસલે જીફા એક્ટ્રેસ ઓફ ધ યર

સોનિયા મહેતા – ચીલ ઝડપ

કિંજલ રાજપ્રિયા – સાહેબ

દીક્ષા જોશી – ધુનકી

જીનલ બેલાણી – ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

અલીશા પ્રજાપતિ – ટીચર ઓફ ધ યર

આરોહી પટેલ – મોન્ટુ ની બિટ્ટુ

 

નેસલે જીફા સ્ટોરી રાઈટર ઓફ ધ યર

વિશાલ વડાવાલા – રઘુ સીએનજી

બાબુલ ભાવસાર – કાચિંડો

રામ મોરી – મોન્ટુ ની બિટ્ટુ

વીર વશિષ્ઠ, અભિન્ન શર્મા, મંથન પુરોહિત – ચાસણી

પરેશ વ્યાસ – સાહેબ

અનીશ શાહ, કુલદીપ પટેલ – ધુનકી

 

નેસલે જીફા ડેબ્યુ એક્ટર ઓફ ધ યર (મેલ)

એથાન વડા – રઘુ સીએનજી

આકાશ શાહ – કુટુંબ

વિશાલ શાહ – ધુનકી

જગજીતસિંહ વાઢેર – રઘુ સીએનજી

મિલન ચૌહાણ – પ્રેમમાં પંચર

સોહમ શાહ – ફેકબુક ધમાલ

 

નેસલે જીફા ડેબ્યુ એક્ટર ઓફ ધ યર (ફિમેલ)

પ્રાચી ઠાકર – પ્રેમમાં પંચર

કૃપા મિશ્રા – કાચિંડો

સરવરી જોશી – સાહેબ

ઋત્વા પટેલ – ફેકબૂક ધમાલ

માયરા દોશી – ચાસણી

કિંજલ દવે – દાદા હો ફીકરી

 

નેસલે જીફા ડિરેક્ટર ઓફ ધ યર

વિશાલ વડાવાલા – રઘુ સીએનજી

ફૈઝલ હાશમી – શોર્ટ સર્કીટ

વિજયગીરી બાવા – મોન્ટુ ની બિટ્ટુ

અનીશ શાહ – ધુનકી

અભિન્ન, મંથન – ચાસણી

નૈતિક રાવલ – ૪૭ ધનસુખ ભવન

 

નેસલે જીફા ફિલ્મ ઓફ ધ યર

રઘુ સીએનજી

કાચિંડો

શોર્ટ સર્કીટ

મોન્ટુ ની બિટ્ટુ

ચાસણી

ધુનકી

માહિતી : ધનલક્ષ્મી ત્રિવેદી

રજૂઆત : ફિલ્મી ઍક્શન ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here