તાજેતરમાં નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા પરેશ દાણીએ રિલીઝ થઈ રહેલી તેમની ફિલ્મ રૂપિયો હિટ મામલો ફિટ અંગે પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. પરેશ દાણીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ રૂપિયો હિટ મામલો ફિટ ઉપરાંત તેમની આગામી યોજનાઓ અંગે દિલ ખોલીને વાત કરી હતી.

પરેશ દાણીએ જણાવ્યું કે, રૂપિયો હિટ મામલો ફિટ એ એક પારિવારિક કૉમેડી ફિલ્મ છે જેમાં મેં એક પ્રોફેસરની ભૂમિકા ભજવી છે.

આજે જ્યારે રિયાલિસ્ટિક ફિલ્મો કે બાયોપિકનો જમાનો છે ત્યારે કૉમેડી ફિલ્મ બનાવવાનું કોઈ ખાસ પ્રયોજન? પ્રશ્નના જવાબમાં પરેશ દાણીએ જણાવ્યું કે, હું મોજીલો માણસ છું અને કોઈ પણ સંજાગો-માહોલમાં ખુશ રહું છું અને લોકોને ખુશ રાખવામાં માનું છું. આજના મંદીના માહોલમાં લોકો એટલા ટેન્શનમાં રહે છે કે આપણને એવું લાગે કે તેઓ કાયમ માટે હસવાનું ભૂલી જશે. બસ, આજ કારણસર મેં કૉમેડી ફિલ્મ બનાવી કે તેઓ બે કલાક થિયેટરમાં ફિલ્મ જોવા બેસે ત્યારે દુનિયાભરના ટેન્શન કોરાણે મુકી દિલ ખોલીને હસે.

આ ફિલ્મ બાદ બીજી કોઈ ફિલ્મની યોજના બનાવી છે?

જી. બે ફિલ્મો પાઇપલાઇનમાં છે જેમાં એક હૉરર છે અને બીજી રૂપિયો હિટ મામલો ફિટ જેવી ધમાલ કૉમેડી હશે. અને હા, બંને ફિલ્મો ગુજરાતી હશે.

જ્યારે ફિલ્મની હીરોઇન કેયુરી શાહે જણાવ્યું હતું કે ફિલ્મ માત્ર ને માત્ર મનોરંજન માટે જ છે. એમાં નથી કોઈ હીરો કે નથી કોઈ હીરોઇન છતાં દરેક કિરદારની પોતપોતાની આગવી ઓળખ છે. કૉલેજના બેકડ્રોપ પર બનેલી ફિલ્મમાં તમને રોમાન્સ પણ જોવા નહીં મળે કે વિદ્યાર્થીઓ વચ્ચેની દુશ્મનાવટનો ડોઝ પણ નથી. અને તમામ કલાકાર પણ સામાન્ય જીવનમાં હોય એવા જ પાત્રમાં જોવા મળશે.

રૂપિયો હિટ મામલો ફિટના મુખ્ય કલાકારો છે કેયુરી શાહ, પમીત સોની, મીના પુરાણી, પ્રજ્ઞા છેડા અને પરેશ દાણી. પ્રસૂન બેનર્જી લિખિત-દિગ્દર્શિત ફિલ્મના સંગીતકાર છે સિદ્ધાર્થ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here