પત્રકાર પોપટલાલને સ્ટિંગ ઑપરેશનમાં જબરજસ્ત કામિયાબી મળ્યા બાદ ગોકુળધામવાસીઓ એની ઉજવણી કરવાના મૂડમાં હતા. પરંતુ અનેક વિઘ્નો બાદ હવે બાપુજી, મહિલા મંડળ, ટપુ સેના અને પુરુષ મંડળ આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા. માત્ર ગોકુળધામવાસીઓ જ નહીં દર્શકો પણ શોની પાર્ટી માણવા થનગની રહ્યા હતા. આખરે એ ઘડીઆવી પહોંચી. ગોકુળધામવાસીઓ પાર્ટી મૉડમાં આવી ગયા.
અને શરૂ થઈ ડાન્સ, ડીજે, મસ્તી અને કૉમેડી સાથેની ગોકુળધામવાસીઓની પાર્ટી. પુરુષ-મહિલા મંડળ અને ટપુ સેના સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. શું આ ધમાલ-મસ્તી ગોકુળધાના રહેવાસીઓ માટે મનની શાંતિ લાવી રહી છે કે આવનારા કોઈ તોફાનના એંધાણ. એ તો સમય જ કહી શકે. ખેર, અત્યારે તો બધા પાર્ટીની મોજ માણવામાં વ્યસ્ત છે.