અનેક પ્રકારની એન્ટરટેઇન્મેન્ટ ઇવેન્ટનું આયોજન કરી રહેલી ગો સેલેબ દ્વારા આ વરસે એક-બે નહીં, ચાર-ચાર શહેરો મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદમાં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. મુંબઈમાં બાંગુર નગર ગ્રાઉન્ડ પર યોજાનારી નવરાત્રિના ભૂમિ પૂજનનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂમિ ત્રિવેદી, રિમી સેન, અરવિંદ વેગડા, સલમાન અલી, સંગીતકાર મિલિંદ, જતિન પંડિત, જસલીન મથારૂ, નિશા ઉપાધ્યાય, નિરાલી ફૌજદાર, વિધાન સભ્ય સુનીલ પ્રભુ, યોગેશ લાખાની, સુનીલ પાલ, ચાંદની, અમન ત્રિખા, ઉર્વશી સોલંકી સહિત અનેક કલાકાર-કસબીઓ ઉપિસ્થત રહ્યા હતા. ઉપિસ્થત સિંગરોના ગીત-ગરબા પર સુરત, વડોદરાથી આવેલા ખેલૈયાઓએ જારદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

આ અવસરે ગો સેલેબના વિનોદ ઢાકરે અને ચિરાગ શાહે જણાવ્યું હતું કે પહેલી વાર કોઈ એક આયોજકે એક સાથે ચાર શહેરોમાં નવરાત્રિનું આયોજન કર્યું હશે. અમે એક સાથે મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે અલગ અલગ કલાકારોના સથવારે નવરાત્રિ યોજી રહ્યા છીએ. આ વરસે ભૂમિ ત્રિવેદી અને ઓસમાણ મીરના સથવારે મુંબઈની નવરાત્રિનું આયોજન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here