મરાઠી ફિલ્મોના જાણીતા સર્જક ગજેન્દ્ર આહિરેએ રવિવારે તેમનો 50મા જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેમણે જીવનની અડધી સદી પૂરી કરી એ નિમિત્તે તેમની ફિલ્મ કરિયરની પણ હાફ સેન્ચુરી મારી હતી. જન્મદિવસે તેમણે કારકિર્દીની પચાસમી ફિલ્મ બીડી બાકડાને લૉન્ચ કરવાની સાથે એનું પોસ્ટર પણ જારી કર્યું હતું.

મરાઠીના જાણીતા ફિલ્મ મેકર અને સ્ક્રીનરાઇટર ગજેન્દ્ર આહિરેના નામે અત્યાર સુઘીમાં 49 ફિલ્મો બોલે છે અને દરેક ફિલ્મમાં તેમણેદિગ્દર્શક, કથા-પટકથા-સંવાદની સાથે ગીતો લખવાની પણ જવાબદારી સંભાળી છે. હવે જોવાનું એ છે કે ગજેન્દ્ર આહિરે તેમની પચાસમી ફિલ્મ બીડી બાકડામાં ક્યો નવો વિષય લઈને આવ્યા છે.

ગજેન્દ્ર આહિરેની રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મો હતી સોહલ્લા અને કુલકર્ણી ચૌકાતલા દેશપાંડે.