હૉલિવુડ, બૉલિવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં ખતરનાક ઍક્શન જોવા મળતી હોય છે. જોકે બાકીની પ્રાદેશિક ફિલ્મોમાં સામાન્ય ઍક્શન સીન સિવાય ખાસ હોતું નથી. અને એનું કારણ પણ છે. નિર્માતા કરોડો રૂપિયાનો ખર્ચ કરે અને ફિલ્મની રિકવરી જ ન હોય તો આટલું મોટું જોખમ ક્યો નિર્માતા ઉઠાવે? પરંતુ સાઉથની ફિલ્મોની જેમ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ ગજબનું કાઠું કાઢ્યું છે અને એક કે બાદ એક અફલાતૂન ફિલ્મો આપી રહી છે. માત્ર ભારતનાજ વિવિધ લોકાલ્સ પર નહીં, વિદેશમાં પણ મરાઠી ફિલ્મોના શૂટિંગ થઈ રહ્યા છે. વૈવિધ્યસભર કથાનક ધરાવતી મરાઠી ફિલ્મોમાં હવે ઍક્શન ફિલ્મનો ઉમેરો થઈ રહ્યો છે.

ટીઝર જોવા લિન્ક પર ક્લિક પર કરો

//youtu.be/wk1lxPycphI

શિવ ઑમ વિઝ્યુઅલ્સ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ નિર્માતા રાજકુમાર મેંડા અને દિગ્દર્શક સમીર આઠલ્યે ધમાકેદાર ઍક્શન ફિલ્મ બકાલ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરાયું પણ એના ઍક્શન સ્ટારની ઓળખ હજુ જાહેર કરાઈ નથી. પણ, બકાલનું ટીઝરમાં નવોદિત કલાકારની ઍક્શન જોઈ રૂંવાટા ખડા થઈ જાય છે. સમાજને ખોખલા કરતા તત્ત્વો વિરૂદ્ધ હીરો જંગ છેડતો હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં લૉન્ચ કરાશે એવી જાહેરાત ટીઝર રિલીઝ વખતે કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here