ઇતિહાસમાં જેની નોંધ લેવાઈ છે એ ૧૮૧૮માં થયેલા ભીમા કોરેગાંવ યુદ્ધ પર આધારિત ફિલ્મ ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવના ફર્સ્ટ લૂક અને ટીઝરને ધમાકેદાર ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં અર્જુનન રામપાલ મહાર કોમના બહાદુર યોદ્ધાની ભૂમિકામાં છે.

જુહૂસ્થિત ફાઇવસ્ટાર હોટેલમાં આયોજિત ઇવેન્ટમાં ફિલ્મના કલાકારો અર્જુન રામપાલ, સની લિયોની, દિગાંગના સૂર્યવંશી, અભિમન્યુ સિંઘ, ક્રિશ્ના અભિષેક, ગોવિંદ નામદેવ, અશોક સમર્થ, રિશી શર્મા સહિત તમામ કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રમેશ થેતે દ્વારા નિર્મિત ફિલ્મમાં આ ઐતિહાસિક ઘટનાને અતિ ભવ્યતાથી ફિલ્માવવામાં આવી હોવાનું ટીઝર પરથી લાગી રહ્યું છે. ફિલ્મની કથા વિશે જણાવતા રમેશ થેતે કહે છે કે, ઇતિહાસમાં જેની નોંધ લેવાઈ છે એ લડાઈ ૧ જાન્યુઆરી ૧૮૧૮માં થઈ હતી જેમાં પેશ્વાની ૨૮ હજારની સેનાને ૮૦૦ મરાઠા દલિતોએ હાર આપી હતી. મહારાષ્ટ્રનો દલિત સમાજ આજે પણ આ યુદ્ધમાં મહાર યોદ્ધાઓને મળેલી જીતની ઉજવણી કરે છે.

ફિલ્મનું આકર્ષણ છે સની લિયોની પર ફિલ્માવાયેલી અને ગણેશ આચાર્યએ કૉરિયોગ્રાફ કરેલી લાવણી. જે ભવ્યતાથી લાવણી ફિલ્માવાઈ છે એ જોઈ સંજય લીલા ભણશાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીની યાદ આવી જાય છે.

નિર્માતા-દિગ્દર્શક રમેશ થેતે અને ક્રિએટિવ ડિરેક્ટર આશુ ત્રિખાની ફિલ્મ ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવ ૨૦૨૧ના સેકન્ડ હાફમા થિયેટરની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે.

https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/FMfcgxwKjnczxpCcvjDqhLBxWWFXwWhQ?projector=1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here