લતા મંગેશકરની ખોટી અફવાથી ચાહકો નારાજ

કોકિલકંઠી ગાયિકા ૧૧ નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. શ્વાસની તકલીફની સાથે વાયરલને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. લતા મંગેશકરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર ગાયિકાના મૃત્યુના ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. લતાના ચાહકો આવા જૂઠા સમાચારોને કારણે અવાચક બની ગયા છે. હવે વાયરલ થયેલા ખોટા ન્યુઝ અંગે લેજંડરી ગાયિકાની ભત્રિજી રચનાએ જણાવ્યું હતું કે, લતા મંગેશકરની તબિયત સુધારા પર છે.

આ રીતે શૂટ થયું હુડ હુડ દબંગ ગીતનું શૂટિંગ

બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર દબંગ-૩નું ટ્રેલર ભલે ઘણું વહેલું રિલીઝ કરાયું હોય પણ એનાં ગીતો ઘણા પોપ્યુલર થઈ રહ્યા છે. દબંગ સિરીઝની દરેક ફિલ્મમાં એક ટાઇટલ ટ્રેક હોય છે જેને દરેક વખતે કંઇક અલગ અંદાજમાં પ્રસ્તુત કરવાની કોશિશ કરાય છે. આ વખતના ટાઇટલ ટ્રેકનો અંદાજ પણ નિરાળો છે અને ઘણો ઇમ્પ્રેસિવ છે. એ સાથે એના મેકિંગનો વિડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

તાનાજી : મરાઠી ગેટઅપમાં કાજોલનો ફર્સ્ટ લૂક રિલીઝ

તાનાજી ધ અનસંગ વૉરિયરમાં ફરી એક વાર કાજોલ અને અજય દેવગણની જોડી  પરદા પર જોવા મળશે. પીરિયડ ડ્રામા ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયરનો કાજોલનો પહેલો લૂક રિલીઝ કરાયો છે. ફિલ્મમાં કાજોલ તાનાજીની પત્ની સાવિત્રીબાઈ માલુસરેની મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાનો ફર્સ્ટ લૂક રિલીઝ

આમિર ખાનની આવનારી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનો પહેલો લૂક રિલીઝ કરાયો છે. ફિલ્મમાં આમિરે સરદારની ભૂમિકા ભજવી છે. સરદારના લૂકમાં આમિર ઘણો ક્યુટ લાગે છે. આમિર ખાન એની ફિલ્મોમાં અલગ અલગ લૂક્સના એક્સપરિમેન્ટ કરવા માટે જાણીતો છે.

અક્ષયકુમારની ગુડ ન્યુઝના ટ્રેલર પર દર્શકો ઓળઘોળ

અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યુઝનું ટ્રેલર રિલીઝ જોઈ દર્શકો એટલા ગેલમાં આવી ગયા છે કે ફિલ્મની આતુરતપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અક્ષયકુમાર અને કરીના કપૂરની જોડી ફરી એક વાર આ ફિલ્મમાં મોટા પરદે જોવા મળશે. બંનેની છેલ્લી ફિલ્મ હતી કમબખ્ત ઇશ્ક જે ૨૦૦૯માં આવી હતી. હવે દસ વરસના લાંબા ગાળા બાદ અક્ષય અને કરીના સાથે જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here