થિયેટર જગતના જાણીતા દિગ્દર્શક ફીરોઝ અબ્બાસ ખાન, જેમણે મ્યુઝિકલ ડ્રામા મુઘલ-એ-આઝમ દ્વારા માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે તેઓ હવે એક નવા મ્યુઝિકલ ડ્રામા રૌનક એન્ડ જસ્સી સાથે આવી રહ્યા છે. રૌનક એન્ડ જસ્સી વિખ્યાત લેખક શેક્સપિયરની લવસ્ટોરી રોમિયો એન્ડ જુલિયટ પર આધારિત છે. જોકે ફીરોઝના પ્રેમીઓ પંજાબના ગ્રામીણ વિસ્તારના છે. આ મ્યુઝિકલ સાગા માટે ફીરોઝે એમના મુઘલ-એ-આઝમની ટીમને જ રીપિટ કરી છે. જેમાં કૉસ્ચ્યુમ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, કૉરિયોગ્રાફી મયુરી ઉપાધ્યા અને નિર્માતા છે બુકમાયશો.

બે પરિવાર, જાગિરદાર અને ચૌધરી વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી દુશ્મની વચ્ચે ખીલતી પ્રેમ કથા એટલે રૌનક એન્ડ જસ્સી. ચકાચોંધ કરી દેતા કૉસ્ચ્યુમ, પિયુષ કનોજિયાએ સ્વરબદ્ધ કરેલા પંજાબી લોકગીતોની રમઝટ દર્શકોને એક અલગ દુનિયાની સફર કરાવશે.

ફીરોઝ અબ્બાસ ખાન દિગ્દર્શિત રૌનક એન્ડ જસ્સીનો પ્રીમિયર ૨૮ નવેમ્બરે મુંબઈના વિલેપાર્લેમાં આવેલા મુકેશ પટેલ ઑડિટોરિયમમાં થશે. ત્યાર બાદ એના શો નવી દિલ્હી, પુણે, અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ ખાતે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here