આપણા માટે તહેવારની મોસમ પૂરી થઈ છે ત્યારે સોની સબ પર કલાકારો માટે હજુ ઉજવણી ચાલુ જ છે, જેના ભાગરૂપ ચાહકો માટે શનિવાર, 20મી નવેમ્બરના રોજ બહુપ્રતિક્ષિત મહાસંગમ લાવવામાં આવશે. દર્શકો હવે સોની સબના શોમાં તેમના માનીતા કલાકારો મજેદાર એપિસોડ મહાસંગમના ભાગરૂપ એકત્ર આવશે. અચૂક જોવા જેવા એપિસોડમાં ઝિદ્દી દિલ માનેના પરાક્રમ એકેડેમી ખાતે આયોજિત ભવ્ય જલસા માટે કલાકારો અને પાત્રો એકત્ર આવ્યા હતા.
સોની સબ પર મહાસંગમ તેના બધા શોની વર્તમાન વાર્તારેખાને સંમિશ્રિત કરે છે અને જલસા ફેસ્ટમાં તેઓ એકબીજા સાથે મોજમસ્તી કરે છે તેની સાથે પાત્રોને જોડે છે. દર્શકોને આ જોવાની મજા આવવાની છે. મેડમ સરની હસીના (ગુલકી જોશી)ને ઝિદ્દી દિલ માને ના ના બત્રાસાબ (વિજય કશ્યપ) પાસેથી કોલ આવે છે, જે તેને જલસા ફેસ્ટમાં આમંત્રિત કરે છે. બીજી બાજુ મોનામી (કાવેરી પ્રિયમ) કોયલ (સિંપલ કૌલ) અને તેના પુત્ર નિખિલ (નિર્ભર ઠાકુર)ને કોયલના ઝેરી પતિ અભય (કરણ વીર મહેરા)થી ભાગવા મદદરૂપ થવા માટે સિક્રેટ મિશન પર છે. આપણો વહાલો વાગલે કી દુનિયાનો રાજેશ વાગલે (સુમીત રાઘવન) માર્ગમાં કોયલ અને નિખિલને લિફ્ટ આપે છે, જેને તેઓ ભાગી રહ્યાં છે તેનો તેને ખ્યાલ નથી. જોકે આ પછી રાજેશ કોયલને શોધવા મથતા અભયને કોયલનું ઠેકાણું બતાવે છે. કોયલ તેરા યાર હૂં મૈની દલજિત (સાયંતાની ઘોષ) પાસે પહોંચે છે, જેથી તેનું ભાગવાનું સફળ થાય અને તેને બંસલ પરિવારમાં આરામ અને સુરક્ષા મળે. જોક અભય બંસાલ પરિવારમાં કોયલનું પગેરું શોધી કાઢે છે અને ઝેરી ભૂતકાળને પાછળ છોડી જવાના કોયલના પ્રયાસને નિષ્ફળ બનાવી શકશે?
સોની સબ પર આ સિવાય પણ વધુ મોજમસ્તી રાહ જોઈ રહી છે, કારણ કે તેમને કરણ અને મોનામી દ્વારા અમુક અદભુત ડાન્સ પરફોર્મન્સ પર ઝૂમતાં જોવા મળશે. પરાક્રમ એકેડેમીમાંથી નવી ભરતી અને મેડમ સરની કરિશ્મા સિંહ (યુક્તિ કપૂર) ઈન્ડિયા વાલે જોશીલા ગીત પર ઝૂમવા માટે કોઈ કસર બાકી રાખતાં નથી. આ અદભુત રાત્રિની પૂર્ણાહુતિ કરતાં ઝિદ્દી દિલ માને ના નો સિદ (કુનાલ કરણ કપૂર), સંજના (દિલજોત છાબ્રા) અને વાગલે કી દુનિયાનો રાજેશ વાગલે ઝૂમ બરાબર ઝુમ ગીત પર નૃત્ય કરીને મંત્રમુગ્ધ કરનારો પરફોર્મન્સ આપે છે, જેને લઈ આ રાત્રિ વધુ રંગીન બની જાય છે.
આગામી મહાસંગમ એપિસોડ દિલધડક વળાંકો લેવાનું વચન આપે છે, જે દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે. કોયલ અને તેનો પુત્ર નિખિલ સોની સબના ફેવરીટ કલાકારોની મદદથી ભાગવા માટે સુસજ્જ છે અને તેથી આ શનિવારે આખરે મામલો કઈ રીતે આગળ વધે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
ઝિદ્દી દિલ- માને ના નો સ્પેશિયલ એજન્ટ કરણની ભૂમિકા ભજવતો શાલીન મલ્હોત્રા કહે છે, “સોની સબમાં અમારે માટે આ રોમાંચક સમય છે, કારણ કે બધાં પાત્રો આખરે એકત્ર આવ્યાં છે. અમને સોની સબ પર આ મહાસંગમમાં બધા કલાકારો સાથે શૂટ કરવાની બહુ મજા આવી. લશ્કરી અધિકારીઓ મેડમ સરના પોલીસ અધિકારીઓને મળે છે અને વાગલે કી દુનિયાનાં પાત્રો સાથે એક છત હેઠળ આવે છે ત્યારે આ એકીકરણ મનોરંજનનું તત્ત્વ અને રોમાંચને અનેકગણું નવી ઊંચાઈએ લઈ જશે. દર્શકોને મહાસંગમ સાથે અમુક સાવ અલગ અનુભવ મળશે, કારણ કે તેમાં ઘણા બધા શોમાંના વળાંકો જોવા મળશે. હું 20મી નવેમ્બરે મહાસંગમ એપિસોડ પછી દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે ઉત્સુક છું.”
વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સેમાં રાજેશ વાગલેની ભૂમિકા ભજવતા સુમીત રાઘવને જણાવ્યું હતું કે “મહાસંગમ માટે શૂટિંગની બહુ મજા આવી, કારણ કે તેમાં બધા કલાકારો એકત્ર આવ્યા હતા. અમે એકબીજાને સારી રીતે જાણવા લાગ્યા અને વધુ બારીકાઈથી એકબીજાનાં પાત્રોને સમજવા લાગ્યાં છે. અમને કશુંક અલગ કરવા મળ્યું અને તેણે ખરેખર ઉત્તમ આકાર લીધો છે. મારું પાત્ર રાજેશ તેના અસલી સ્વભાવમાં ઝિદ્દી દિલ માને ના ની કોયલને મદદ કરે છે, પરંતુ બીજી બાજુ અભયને તેનું ઠેકાણું બતાવી દે છે, જેને લીધે વાર્તા કઈ રીતે આગળ વધે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. દર્શકોને અલગ અલગ શોનાં પાત્રો એકબીજા સાથે કઈ રીતે આદાનપ્રદાન કરે છે અને સ્ક્રીન પર તે કઈ રીતે પરિણમે છે તે જોવાનું ગમશે. આ ખરેખર રોમાંચક છે અને મને આશા છે કે આ રીતે આગળ પણ વધુ મહાસંગમ સર્જાય.”
મેડમ સરમાં કરિશ્મા સિંહની ભૂમિકા ભજવતી યુક્તિ કપૂર કહે છે, “મહાસંગમ માટે શૂટિંગનો અનુભવ બહુ જ આનંદદાયક હતો, કારણ કે લહેર બહુ જ ખુશીભરી હતી અને સેટને રોશનાઈથી શણગારવામાં આવ્યો હતો. મને સોની સબ પરિવારના કલાકારોને મળવાની આ ઉત્તમ તક મળી તેનાથી હું ભારે રોમાંચિત છું. ડાન્સ પરફોર્મન્સ માટે મારો પહેરવેશ મનોહર પીચ કલરનો લેંઘો હતો અને ઝિદ્દી દિલ- માને નાની ટીમ સાથે ડાન્સ કરવાનો પરિપૂર્ણ આનંદ લીધો હતો. મને લાગે છે કે સોની સબ દ્વારા મહાસંગમ ઉત્તમ પહેલ છે, કારણ કે તેઓ દરેકને એકત્ર લાવે છે અને ખાતરી રાખે છે કે બધા ખુશ રહે અને મોજમસ્તી કરે. કશુંક નવું અને અનોખું કરવાનું હંમેશાં રોમાંચક હોય છે. આથી ડાન્સ દશ્ય માટે તૈયારી કરવાની અને તેની પર પરફોર્મ કરવા આ તક અમારા દર્શકો માટે નવો અનુભવ બની રહેશે.”
રોમાંચક મહાસંગમ એપિસોડ, 20મી નવેમ્બર, સાંજે 7.30 વાગ્યાથી, ફક્ત સોની સબ પર.