ટીવી સિરિયલ અને વેબ સિરીઝની નિર્માત્રી એકતા કપૂરે એની વિવાદિત વેબ સિરીઝના આપત્તિજનક દૃશ્ય માટે ભારતીય સેનાની માફી માંગી લીધી છે જેમાં એક ભારતીય સૈનિકની પત્નીને એની ગેરહાજરીમાં પરાયા પુરૂષ સાથે સંબંધ બાંધતી દર્શાવી છે. એકતા કપૂરે દાવો કર્યો હતો કે જેવી એને જાણ થઈ કે એ કન્ટેન્ટ સંબંધિત સિરીઝથી હટાવી દીધો. એ સાથે એણે કહ્યું હતું કે એક ભૂલને કારણે આ બનવા પામ્યું હતું.

એકતા કપૂરે આ વાતનો ખુલાસો શોભા ડેના વેબિનારમાં કર્યો છે. એકતાએ આ પૂરા વિવાદ અંગે પોતાની બાજુની રજૂઆત કરતા કહ્યું કે, એક વ્યક્તિ તરીકે કે એક સંગઠન તરીકે અમે ભારતીય સેનાનું પૂરૂં સન્માન કરીએ છીએ. અમારી ભલાઈ અને સુરક્ષામાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. અમે એ કન્ટેન્ટને હટાવી દેશું અને બિનશરતી માફી પણ માંગશું.

ત્યાર બાદ એકતા કપૂરે વિવાદને એક નવો વળાંક આપ્યો હતો. એણે કહ્યું કે એની મા અને એના બાળક પર બળાત્કાર કરવાની ધમકીઓ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર અપાઈ રહી છે. એ ઇન્ટરનેટ પર આ રીતે ધમકી આપવાની વિરૂદ્ધમાં છે અને આવા લોકોનો મક્કમતાપૂર્વક મુકાબલો કરવા માગે છે. એકતાએ સોશિયલ મીડિયા પર મળતી ધમકીની ફરિયાદ મુંબઈ પોલીસમાં પણ કરી છે.

એકતાની સિરીઝમાં કથિત પણ ભારતીય સેનાના યુનિફોર્મ અને એના પર લાગેલા અશોક ચિન્હના અપમાનનો મુદ્દો ગરમાયો છે. આને પગલે એકતા કપૂરે એની ટીમને કથિત એપિસોડમાંથી વાંધાજનક દૃશ્યો કાઢી નાખવાનો આદેશ આપ્યો. તો આ બાજુ એક મહિલાને પ્રતાડિત કરવાની ધમકી આપનાર વિરૂદ્ધ પણ મામલો ગરમાયો છે.

સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સે એક મહિલાને દુષ્કર્મની ધમકી આપવા અંગે સવાલ ઉઠાવ્યા છે. એકતા કપૂરની ઑફિસે જારી કરેલા બયાન મુજબ આ મુદ્દાને ઉઠાવવા સામે અનેક સવાલો ખડા થાય છે કારણ આ દૃશ્યો તો પહેલેથી જ કાઢી નખાયા હતા.

એકતા કપૂરનો વિડિયો જોવા ક્લિક કરો

https://youtu.be/osOkRZ4SjYI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here