અમેરિકામાં વીસેક વરસથી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહેલા ડૉક્ટર રવિ ગોડસેની આગામી ફિલ્મ રીમેમ્બર એમ્નેસિયા દિવાળીમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ માટે મુંબઈ આવેલા ડૉક્ટર રવિ ગોસેએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રીમેમ્બર એમ્નેસિયામાં પહેલીવાર હૉલિવુડના કલાકારો સાથે મરાઠી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો જોવા મળશે.

ડૉક્ટર ગોડસેએ જણાવ્યું કે ફિલ્મ અમેરિકાના પિટ્સબર્ગ ઉપરાંત મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ફિલ્માવાઈ છે. ફિલ્મનું જૉનર થ્રિલર કૉમેડી છે અને મને ખાત્રી છે કે દર્શકોને ફિલ્મ જોતા થ્રિલની સાથે કૉમેડીનો તડકો પણ માણવા મળશે.

ડૉક્ટર રવિ ગોડસે નિર્મિત અને દિગ્દર્શિત રીમેમ્બર એમ્નેશિયામાં હૉલિવુડના ટોવાહ ફેલ્ડશુહ, લિસા ઍન વૉલ્ટર, કર્ટિસ કૂક અને દિલીપ રાવ જેવા ધરખમ કલાકારો છે. તો બીજી બાજુ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહેશ માંજરેકર, વિજય પાટકર, શ્રુતિ મરાઠે અને મોહન અગાશે જેવા દિગ્ગજ કલાકારોના અભિનયની જુગલબંદી જોવા મળશે.

ફિલ્મની વાર્ત અંગે ડૉક્ટર રવિ ગોડસેએ જણાવ્યું કે ભારતીય મૂળના અમેરિકન ડૉક્ટર ભારતની મુલાકાત દરમ્યાન થયેલા અકસ્માતમાં યાદદાસ્ત ગુમાવી બેસે છે. સારવાર બાદ એની યાદદાસ્ત પાછી તો આવે છે પણ એને યાદ નથી આવતું કે એણે પોતાની પત્નીની હત્યા કરી છે.

રીમેમ્બર એમ્નેશિયા ફિલ્મનું ટ્રેલર જોવા લિન્ક પર ક્લિક કરો

//www.youtube.com/watch?v=R6YzVusTBPw

આ અગાઉ ત્રણ ફિલ્મો બનાવી ચુકેલા ડૉક્ટર રવિ ગોડસેએ મેડિકલ, ખાસ કરીને માનસિક બિમારી પર આધારિત ફિલ્મો બનાવી છે. તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ટેક્નિશિયન પણ અવ્વલ દરજ્જાના હાયર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here