બૉલિવુડમાં ધનતેરસથી જ દેશના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં આનંદ પંડિત અને રમેશ તૌરાનીએ તેમના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. તો બે વરસ બાદ અમિતાભ  બચ્ચને પણ દિવાળીની ધમાકેદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. અમિતાભે છેલ્લા બે વરસથી પાર્ટીનું આયોજન કર્યું નહોતું. 2017માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું અવસાન થતા બચ્ચન પરિવારે પાર્ટીનું આયોજન કર્યું નહોતું. આ વરસે પણ અમિતાભની તબિયત સારી ન હોવાથી એવું મનાતું હતું કે બચ્ચન પાર્ટીનું આયોજન નહીં કરે. પરંતુ દિવાળી અગાઉ અમિતાભની તબિયત સારી થતા તેમણે જલસા ખાતે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

હંમેશની જેમ આ વરસે પણ અમિતાભ બચ્ચને એમના જુહૂસ્થિત બંગલો જલસામાં દિવાળીની પાર્ટીનું આયોજન કર્યું હતું. બૉલિવુડના શહેનશાહ દ્વારા આયોજિત પાર્ટીમાં કિંગ ખાન શાહરૂખ ખાનથી લઈ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી સહિત તમામ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સવાર સુધી ચાલેલી પાર્ટીમાં બૉલિવુડના કલાકાર સહિત તમામ ફિલ્ડની સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી.

અમિતાભ બચ્ચનની પાર્ટીમાં શાહરૂખ ખાન અને ગૌરી શાહી અંદાજમાં આવ્યા હતા. બંનેને જોઈ ફોટોગ્રાફર્સ સ્ટાર કપલને ઘેરી વળ્યા હતા. શાહરૂખ-ગૌરીએ પણ ફોટોગ્રાફર્સને પ્રેમથી ફોટો લેવા દીધા હતા.

બચ્ચન ફૅમિલીની દિવાળી પાર્ટીમાં વિખ્યાત બિઝનેસ મૅન મુકેશ અંબાણી પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અભિષેક બચ્ચને પાર્ટીમાં આવેલા મુકેશ અને નીતા અંબાણીનું સ્વાગત કર્યું હતું.

પાર્ટીમાં શાહરૂખ-મુકેશ અંબાણી ઉપરાંત રાજકુમાર રાવ એની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે આવ્યો હતો. તો જાણીતા દિગ્દર્શક ડેવિડ ધવન પરિવાર સહિત પધાર્યા હતા. જ્યારે સર્કિટ – અરશદ વારસી પત્ની સાથે પાર્ટીની મોજ મા ણવા આવ્યો હતો.

દિવાળીની પાર્ટીમાં સારા અલી ખાન એના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે આવી હતી. પ્રીતિ ઝિન્ટા ડીનો મોરિયો સાથે જોવા મળી. હેમા માલિની જેવી અમિતાભની હીરોઇન ઉપરાંત આજની પેઢીના અનન્યા પાંડે, કાર્તિક આર્યન, ક્રીતિ સેનન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકલીન ફર્નાન્ડીઝ, કેટરિના કૈફ, વિકી કૌશલ પણ જોવા મળ્યા હતા. તો અમિતાભ બચ્ચન સાથે બે ફિલ્મોમાં કામ કરી ચુકેલા તાપસી પન્નુ બ્લેક સાડીમાં સૌનું ધ્યાન ખેચી રહી હતી.

અમિતાભ બચ્ચન હાલ કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. ઉપરાંત તેઓ બ્રહ્માસ્ત્ર, ઝૂંડ અને ગુલાબો સિતાબોમાં નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here