સુશાંત સિંહ રાજપુત અને સંજના સાંઘી સ્ટારર દિલ બેચારા ફિલ્મની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. મુખ્ય કલાકારોની સાથે સહકલાકારોના અભિનયના પણ એટલા જ વખાણ થઈ રહ્યા છે. એમાંય સંજનાની મમ્મીની ભૂમિકા કરનાર સ્વસ્તિકા મુખર્જીને જોઈ દર્શકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. ફિલ્મમાં કેન્સરગ્રસ્ત પુત્રીની સંભાળ લેતી કડક સ્વભાવની મહિલા તરીકે જોવા મળી હતી. જોકે એનો અભિયન ઘણો રિયાલિસ્ટિક લાગતો હતો.

ફિલ્મમાં પ્રૌઢાની ભૂમિકા કરનાર સ્વસ્તિકા હકીકતમાં ગ્લેમરસ હીરોઇન છે. જો તમને વિશ્વાસ ન થતો હોય તો સ્વસ્તિકાના ગ્લેમરસ લૂકને જોઈએ.

સ્વસ્તિકાની અભિનય કરિયરની વાત કરીએ તો તાજેતરમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી અનુષ્કા શર્માની વેબ સિરીઝમાં પણ દેખાઈ હતી. જેમાં એણે હૉલી મેહરાની મોડર્ન પત્નીની ભૂમિકા ભજવી હતી.

સ્વસ્તિકાએ એની અભિનયની કરિયર બંગાળી સિરિયલ દેવદાસીથી કર્યા બાદ ૨૦૦૧માં હેમાંતર પાખીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. બંગાળી ફિલ્મો બાદ ૨૦૦૮માં મુંબઈ કટિંગથી બૉલિવુડમાં પદાર્પણ કર્યું.

સ્વસ્તિકાનું લગ્ન જીવન જોકે ખરાબે ચઢ્યું હતું. ૧૮ વરસની ઉંમરે ૧૯૯૮માં લગ્ન કર્યા પણ બે વરસમાં જ પતિથી અળગી થઈ. સ્વસ્તિકાએ પતિ વિરૂદ્ધ મારપીટ કરવા ઉપરાંત પ્રેગ્નન્સી દરમ્યાન ઘરમાં પૂરી દેવાનો આક્ષેપ કર્યો હતો. સ્વસ્તિકાને એક પુત્રી છે.

તાજેતરમાં સ્વસ્તિકાએ દિલ બેચારામાં એને સિલેક્ટ કરી એ માટે મુકેશ છાબરાનો આભાર માન્યો હતો. એક માતા જેવા વાળ ન હોવા છતાં સંજનાની માતા તરીકે પસંદગી કરી એ માટે એણે મુકેશનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here