રશ્મિકાંત રાવલ દિગ્દર્શિત ફિલ્મ આવજોથી ઢોલવિુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર ઉર્વશી સોલંકીનું ગુજરાતી ફિલ્મ વિજયપથનું આઇટમ સોંગ આગ લાગે ચુલ્હા મેં એ દર્શકોમાં આગ લગાવી હતી. ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મોની અભિનેત્રી અને વિખ્યાત મૉડેલ ઉર્વશી સોલંકીએ તાજેતરમાં પરિવાર-મિત્રો સાથે એનો જન્મદિન ધામધૂમથી ઉજવ્યો હતો. આનંદના આ અવસરમાં બૉલિવુડ-ટેલિવુડ અને ઍડ વર્લ્ડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
ઉર્વશીએ એક-બે નહીં પૂરી સાત કેક કાપી જન્મદિન મનાવ્યો એ પ્રસંગે બૉલિવુડના જાણીતા લેખક-દિગ્દર્શક સંજય છેલ, અભિજિત રાણે, અતુલ રાવ રાણે, અભિનેતા મોહિત અરોરા, નિકિતા રાવલ, માયરા સિંહ, દીપક રૂઇયા, મિકી કોહલી, હીલર કાજલ શાહ, ડાન્સ માસ્ટર ફિરોઝ ખાન, મરિસા વર્મા, આનંદ સિંહ, કુરાંગી ઠાકુર, રાજ પરમાર સહિત અનેક જાણીતા હસ્તીઓ પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી.