ગુજરાતી-હિન્દી ફિલ્મોની વિખ્યાત અભિનેત્રી દીપશિખા અને જાણીતા ડીજે શીઝવુડના નવા સિંગલ કભી આર કભી પારની લૉન્ચિંગ પાર્ટી અંધેરીની જાણીતી નાઇટ ક્લબ સિન સિટી ખાતે યોજાઈ હતી.

સિંગલના લૉન્ચિંગ પ્રસંગે સંગીતકાર-ગીતકાર ડીજે શીઝવુડે જણાવ્યું કે, મારાં ગીતો હું લખતો હોઉં છું પણ આ વખતે પહેલીવાર મેં મારૂં નામ ક્રેડિટમાં મુક્યું છે. દીપશિખા બ્રિલિયન્ટ સિંગરની સાથે જબ્બર પર્ફોર્મર છે. ગીતનું પિક્ચરાઇઝેશન પણ ઘણુ સરસ થયું છે, મને આશા છે કે દર્શકોને પણ પસંદ પડશે.

જ્યારે દીપશિખાએ જણાવ્યું હતું કે, મારા માટે આ ગીત ખાસ એટલા માટે છે કે એના વિડિયોમાં અગાઉ કદી ન જોયો હોય એવો મારો ગ્લેમરસ અને મોહક અવતાર જોવા મળશે. ગીતમાં ગ્લેમરની સાથે ઇમોશન પણ માણવા મળશે. મને પૂરી ખાત્રી છે કે મારા ચાહકો, ખાસ કરીને ગુજરાતના મારા ફૅન્સને આ ગીત ઘણું પસંદ પડશે.

સારેગામા દ્વારા રિલીઝ કરાયેલા દીપશિખા દ્વારા દિગ્દર્શિત સિંગલના વિડિયોમાં દીપશિખા ઉપરાંત રોહેદ ખાનની રોમેન્ટિક પેર જોવા મળશે.

ગીતની લૉન્ચિંગ પાર્ટીમાં સુશાંત, કિરણ જુનેજા, કંચન અધિકારી, અનુજ સચદેવ, માધુરી પાંડે, અવિનાશ વાધવાન, રાકેશ પૉલ, રોહિત વર્મા, પ્રશાંત શર્મા સહિત અનેક કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here