સલમાન ખાન સાથે જય હો ફિલ્મથી બૉલિવુડ કરિયરની શરૂઆત કરનાર ડેઝી શાહ હવે ગુજરાત-૧૧થી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. ડેઝીની પહેલી ગુજરાતી ફિલ્મ પણ ઢોલિવુડની પહેલવહેલી સ્પોર્ટ્સ ફિલ્મ છે.

જયંત ગિલાટર લિખિત અને દિગ્દર્શિત ફિલ્મમાં ડેઝી ઉપરાંત પ્રતીક ગાંધી, કવિન દવે અને ચેતન દહિયા જેવા અનેક કલાકાર જોવા મળશે. ફિલ્મમાં મુંબઈ-ગુજરાત મળીને ૧૫૦થી વધુ કલાકાર કામ કરી રહ્યા છે.

ગુજરાત-૧૧ને હરેશ પટેલ, એમ. એસ. જૉલી, યશ શાહ અને જયંત ગિલાટરના એચ. જી. પિક્ચર્સ, પ્રોલાઇફ એન્ડ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ, વાય. ટી. એન્ટરટેઇન્મેન્ટ લિમિટેડ અને જે. જે. ક્રિએશન્સ પ્રોડક્શન બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. દિલીપ રાવલે લખેલાં ગીતોને સ્વબદ્ધ કર્યા છે રૂપકુમાર રાઠોડે. ઝી મ્યુઝિક ગુજરાતીએ ફિલ્મના ઑડિયો રાઇટ્સ લીધા છે. ફિલ્મ ૨૯ નવેમ્બર ૨૦૧૯ના રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here