દબંગના ચાહકો આતુરતાપૂર્વક એમના પ્રિય ચુલબુલ પાંડેની રાહ જાઈ રહ્યા છે ત્યારે સલમાન ખાને એક વિડિયો શેર કરી આગામી દબંગ-૩ અંગે મોટો ખુલાસો કર્યો છે. દબંગ અને દબંગ-૨માં ચુલબુલના પિતા પ્રજાપતિ પાંડેની ભૂમિકા ભજવનાર વિનોદ ખન્ના હવે આ દુનિયામાં રહ્યા નથી એટલે બધાને આ પાત્ર અંગે સવાલ ખડો થયો હતો. આ સવાલનો જવાબ સલમાને વિડિયો દ્વારા આપ્યો છે.

સલમાન ખાન હાલ એની દબંગ-૩ પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સ્ટારકાસ્ટપણ લગભગ એ જ હશે, જેમાં સલમાનની પત્નીની ભૂમિકા સોનાક્ષી સિંહા, ભાઈ અરબાઝ ખાન અને બાકી ટીમ સામેલ છે. જ્યારે પિતાની ભૂમિકામાં વિનોદ ખન્નાનો અહેસાસ બરકરાર રાખવા ગજબના અભિનેતાને પસંદ કર્યા છે.

સલમાને જે વિડિયો અપલોડ કર્યો છે એ વિનોદ ખન્નાના ફોટો સાથે શરૂ થાય છે. ત્યાર બાદ સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને પ્રભુ દેવા સાથે એક શખસ નજરે પડે છે જેમનું નામ છે પ્રમોદ ખન્ના. જી હા, ફિલ્મના નિર્માતાઓએ ચુલબુલ પાંડેના સાવકા પિતા પ્રજાપતિ પાંડેની ભૂમિકા માટે વિનોદ ખન્નાના સ્થાને એમના ભાઈ પ્રમોદ ખન્ના પર પસંદગી ઉતારી છે.

પ્રજાપતિ પાંડેની ભૂમિકા ભજવનાર વિનોદ ખન્નાનું ૨૭ એપ્રિલ ૨૦૧૭ના અવસાન થયું હતું. ત્યાર બાદ નિર્માતાઓએ આ મહત્ત્વપૂર્ણ પાત્ર માટે પ્રમોદ ખન્નાનું નામ ફાઇનલ કર્યું છે. દબંગ-૩ ડિસેમ્બરની ૨૦ તારીખે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here