Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Tellywood News

કોરોના બોલ્યો, તે કાય કાકા, તિકડચે ગુજરાતી ઘરાત બસુન હી જલસા કરતાત

Filmyaction by Filmyaction
Reading Time:2min read
0
કોરોના બોલ્યો, તે કાય કાકા, તિકડચે ગુજરાતી ઘરાત બસુન હી જલસા કરતાત

કોરોના નો કકળાટ , હાસ્ય ની હળવાશ – ૪

RELATED POSTS

અનેક સિરિયલના નિર્માતાઓએ શૂટિંગ બંધ કરવાને બદલે લોકેશન બદલ્યા

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

કોરોનામા કોરોન્ટાઇન થઈને ઘરમાં બેઠા બેઠા ન્યુઝ જોતો હતો ત્યાં મનીયાનો કોલ આવ્યો સામેથી એણે પૂછ્યું..?

શાનું શાક બનાવ્યું..?

મેં કહ્યું કુકર મુક્યું છે યાર. વાત વાતમાં અમુક સીટી પણ વાગી. અને પત્નીનો અવાજ આવ્યો. કેટલી સીટી થઇ? મેં અકળાતા કહ્યું નથી ખબર યાર.ત્યાં  મનીયો ફોનમાંથી બોલ્યો

“ બે સીટી થઇ.” મેં સાંભળી, મેં એને પૂછ્યું તે મારા ઘરની કુકરની સીટી સાભળવા કોલ કર્યો છે? 

તો મને કહે ના, મારા એક ઉખાણાનો જવાબ સાંભળવા, કે કેળામાંથી પાઈનેપલ કેવી રીતે બને.?  

આવા ફાલતુ વિચાર ઉખાણા પૂછવા કોલ કર્યો?

Buy JNews
ADVERTISEMENT

ખબર હોય તો જવાબ આપને….

મેં કહ્યું અલ્યા Bananas માંથી B કાઢી નાખવાનો. એટલે બચે પાઈનેપલ, અનાનસ. ચાલ કોલ મુક.

મનીયો કહે અરે અરે, સાંભળ. બેઠા બેઠા એક વાત વિચારજે કે જગતની 99% મહિલાઓના નામનો છેલ્લો અક્ષર A, E, L અથવા i હોય છે…વિશ્વાસ ન હોય તો જોઈ લે. અને એણે ફોન કટ કરી નાખ્યો. મને વિચારતો કરી દીધો. સામે ન્યુઝ ચૅનલમાં પણ અમુક નંગ ઢંગધડા વગરના સવાલ જવાબ કરતા હતા. વારંવાર લાલ ભીંગડાવાળો કોરોના ટીવીમાં આમથી તેમ દોડતો હતો અને રસ્તે ચાલતા લોકોને ખાતો હતો. હું એને જોતા જોતા જ વિચારમાં પડ્યો કે આ મારો બેટો કોરોના સાક્ષાત જો ઇન્ટરવ્યુ આપવા બેસે તો આ ચૅનલવાળા કેવા સવાલો પૂછે…? વિચારોમાં ખોવાયો અને સામે… પ્રેસ કોન્ફરન્સ!

ચૅનલમાં માથે મોટા ભીંગડા અને ગંધારા દાંતવાળા કોરોનાને જોઈ પત્રકારો દૂર દૂર બેઠા હતા. કોરોનાની સામે દરેક ચૅનલનાં માઈક પડ્યા હતા. સામે અમુક પત્રકારો હાથમાં મોબાઈલ રેકોર્ડર ઑન કરીને તૈયાર હતા. ત્યાં જ કોઈ બોલ્યું…

મિસ્ટર કોરોના આપ કા આગમન ભારત મેં કૈસે હુઆ…?

અને આ સાંભળી એક અંગ્રેજી ચૅનલની સ્કર્ટવાળી ફૂટડી બોલી,

આપ કો કૈસે પતા કોરોના મિસ્ટર હૈ? મિસિસ ભી હો સકતી હૈ..

ત્યાં એક અસુખીયો બોલ્યો ‘મિસ’ ભી હો સકતી હૈ. અને એક હળવું હાસ્યનું મોજું ટેન્શન ભરી પ્રેસ કોન્ફરન્સમાં દોડી ગયું. કોરોનાએ ચાઇનીઝ ભાષામાં હાઉ ચીંગ ચુ ચા ખા માં કી. એવું કઈક કહ્યું, અને બધા શાંત થઇ ગયા. હિન્દી ભાષી પત્રકારે કહ્યું આપ હિન્દી મેં બોલેંગે તો અચ્છા હોગા. ત્યાં ગુજરાતી પત્રકારે કહ્યું,

ગુજરાતી આવડતા હોય તો પ્લીઝ…

આપણ મહારાષ્ટ્ર મધે આહાત મરાઠીત બોલા. અને કોરોના એ કહ્યું..

કુલ ડાઉન આઈ સ્પીક ઇન ઓલ લેન્ગવેજીઝ. ઇટાલિયન, જપાનીઝ , રશિયન, ફ્રેન્ચ…. આપ જો ચાહે વો ભાષા મધી મી બોલું શકતો. તમે સમજી જશોને? બધાના અંદર અંદર ગણગણાટ શરૂ થયા અને એક સવાલ આવ્યો.

આપ ભારત મેં કૈસે આયે? કોરોનાએ ઉધરસ ખાધી અને માસ્ક પહેર્યા છતાંય બધાએ મોઢા બગાડ્યા. કોરોના બોલ્યો,

મૈ ચાઈના કે હ્યુઆન સે નિકલકર ઇટલી ગયા, વહાં સે દુનિયા કે કઈ નામી દેશો મેં હો કર દુબઈ સે ભારત આયા…,

તમે દુબઈથી આવ્યા છો? ઉત્સાહી ગુજરાતી પત્રકારે રિપીટ કર્યું. અને કોરોનાએ પણ ગુજ્જુભાઈ ધ ગ્રેટની જેમ પંચ લાઈન બોલતા કહ્યું..

“ તમે બહેરા છો? બધા એને જોવા લાગ્યા…અને એક કન્યાનો સવાલ આવ્યો..

આપ કો ભારત મેં સબસે અચ્છા ક્યા લગા..? કોરોના એ કડવી સ્માઈલ સાથે કહ્યું..

“ જમાત”  પબ્લિક, યહાં કી પબ્લિક બડી અચ્છી હૈ. જો પઢી લિખી હો કર ભી અનપઢ ગંવાર જૈસી હૈ. યહાં આયા તબ લગા થા કી મુઝે જલ્દી જાના પડેગા પર અબ આરામ સે જાઉંગા, કીકલું કો યહાં અચ્છા લગતા હૈ.

કીકલું સાંભળતા જ અંગ્રેજ પત્રકાર બોલ્યો..

વ્હુ ઈઝ કીકલું? કોરોનાએ એના ચીકણા ભીંગડા જેવા માથામાંથી જ એક નાનકડું પીળું ભીંગળુ કાઢી કહ્યું,

ધીસ ઈઝ માય બેબી કીક્લું. માથે બતાડતા કહ્યું ઇટ્સ ઑલ માય બેબીસ….

કોરોનામાં એના જેવા જ બીજા અનેક વાયરસ હતા. કોરોના બોલ્યો..

આને ગુજરાત ગમી ગયું છે. મહારાષ્ટ્ર ફરીને ગુજરાતમાં રોકાવાનો વિચાર છે…

મરાઠી ભાઈ બોલ્યા, કશાલા ગુજરાત?

કોઈએ કહ્યું,

જાતા હૈ તો જાને દોના… યહાં ક્યા ગણપતિ વિસર્જન કે લિયે રોકના હૈ?

કોરોના બોલ્યો તે કાય કાકા, તિકડચે ગુજરાતી ઘરાત બસુન હી જલસા કરતાત, ગોળપાપડી, પાણી પૂરી, દાબેલી, ભૂંગળા બટેટા, હાંડવા, ઢોકળા, ઢોસા, ચોક્ખા ઘીવાળી ખીચડી કઢી. ઓ…હ…અરાઉન્ડ ધ વર્લ્ડ આઈ ફ્લાય, એન્ડ ઇન એવરી કન્ટ્રી આઈ મીટ ગુજરાતી.

ગુજરાતી પત્રકાર રહી ગ્યાતા..એ તરત ગર્વથી બોલ્યા યસ યસ “ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત…” કોઈ પાછળથી બોલ્યું તારું કપાળ…“  દૂર ઊભા રહો નહીં તો સામે બેઠો છે તમારો કાળ…”

કોરોના કો ભગાને કા કોઈ ઈલાજ..??

કોરોના હસતા બોલ્યો.. જબ તક લૉકડાઉન મેં ભી પબ્લિક નિકલેગા બહાર, તબ તક કોરોના કા રહેગા હાહાકાર…

અચાનક કોઈએ છીંક ખાધી..

અને ત્યાં જ એક સેનેટાઇઝરનો ફુવારો આવ્યો અને કોરોના પ્રેસ કોન્ફરન્સ પડતી મૂકી ભાગ્યો. બધાં ભાગ્યા…

એક્ચ્યુલી મારા મોઢે મારી ઘરવાળીએ પાણી છાટ્યું અને હું કોરોનાના ઈન્ટરવ્યુંમાંથી બહાર આવ્યો. સામે હજુય ચેનલમા એ જ કોરોનાની દોડા દોડ અને એના થકી સ્વાહા થયેલાના આંકડા આવતા હતા. પત્ની બોલી…

હવે જમવું નથી? ચાલો થાળી પીરસી છે. જમીને હું એ.સી. ચાલુ કરી બેડરૂમમાં જઈશ. મારે મોબાઈલ પર કાલ માટેની રેસીપી જોવી છે. અને તમે વાસણ મૂકીને પોતું મારી દેજો. અને હા, ફિનાઈલ બે ઢાંકણા નાખજો.

મિત્રો, આ માત્ર એક હાસ્ય ટોનિક છે. આ લેખમાં કોઈ પણ કલાકાર, કસબી કે એમાં આવેલા પાત્રોને જીવંત કે મૃત કોઈ સાથે નિસ્બત કે સંબંધ નથી. આ માત્ર હાસ્યરસને માણવા માટે શબ્દોને આપેલ અક્ષરદેહ છે. જેનો ઉદ્દેશ્ય માત્ર વાંચી મમળાવી મોઢે સ્મિત કરી આ લૉકડાઉનમાં ટેન્શન ફ્રી રહેવાની ચાવી છે. ફરી કોઈ નવી લૉકડાઉન મસ્તી સાથે જલ્દી મળીશું. આભાર.

છેલ્લે..છેલ્લે..

હાલ જો પચાસ તોલાની ચેઈન પહેરીને ફરશો તો કોઈ નહિ પૂછે ક્યા કરાવી..?

પણ જો વાળ કપાવી ને ફરશો તો આખું ગામ પૂછશે ક્યાં કપાવ્યા..?

સમજે તે સમજદાર

  • અશોક ઉપાધ્યાય
ShareTweetPin
Filmyaction

Filmyaction

Related Posts

અનેક સિરિયલના નિર્માતાઓએ શૂટિંગ બંધ કરવાને બદલે લોકેશન બદલ્યા
Feature

અનેક સિરિયલના નિર્માતાઓએ શૂટિંગ બંધ કરવાને બદલે લોકેશન બદલ્યા

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
Feature

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’
Feature

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો
Feature

બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?
Feature

શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?

ટપુ સેનાએ ગાર્ડનમાં ઉજવશે પિત્ઝા પાર્ટી?
Feature

ટપુ સેનાએ ગાર્ડનમાં ઉજવશે પિત્ઝા પાર્ટી?

Next Post
અર્થ ડે નિમિત્તે ગ્રેમી અવોર્ડ વિજેતા ગ્લોબલ ઑનલાઇન કન્સર્ટમાં થશે સામેલ

અર્થ ડે નિમિત્તે ગ્રેમી અવોર્ડ વિજેતા ગ્લોબલ ઑનલાઇન કન્સર્ટમાં થશે સામેલ

મિથુન ચક્રવર્તીના પિતાનું અવસાન, અભિનેતા બેંગલુરૂમાં ફસાયા છે

મિથુન ચક્રવર્તીના પિતાનું અવસાન, અભિનેતા બેંગલુરૂમાં ફસાયા છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કૉમેડીનો ડબલ ડોઝ છે કૂલી નં. ૧ : ધમાકેદાર છે ફિલ્મનું ટ્રેલર

કૉમેડીનો ડબલ ડોઝ છે કૂલી નં. ૧ : ધમાકેદાર છે ફિલ્મનું ટ્રેલર

ગોળકેરીથી મિકા સિંહની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

ગોળકેરીથી મિકા સિંહની ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

હવે મરાઠી ફિલ્મમાં જોવા મળશે મહારાષ્ટ્રિયન ચંદ્રમુખી

હવે મરાઠી ફિલ્મમાં જોવા મળશે મહારાષ્ટ્રિયન ચંદ્રમુખી

Popular Stories

  • બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    0 shares
    Share 0 Tweet 0
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

    0 shares
    Share 0 Tweet 0
  • બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

    0 shares
    Share 0 Tweet 0
  • ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

    0 shares
    Share 0 Tweet 0
  • આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩

    0 shares
    Share 0 Tweet 0

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • અનેક સિરિયલના નિર્માતાઓએ શૂટિંગ બંધ કરવાને બદલે લોકેશન બદલ્યા
  • આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
  • રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
    Please install/update and activate JNews Instagram plugin.

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In