હાઇ-ફાઇ ક્રિએશન દ્વારા પ્રસ્તુત આઠમા છત્રપતિ શિવાજી ઍવોર્ડનું આયોજન સુદર્શન સોલંકીએ  જુહૂસ્થિત ફાઇવસ્ટાર હોટેલ પામ ગ્રોવ રમાડા ઇન ખાતે કર્યું હતું. આ પ્રસંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે અન્ય ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપનારને ઍવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

ઍવોર્ડ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રના સામાજિક ન્યાય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રામદાસ આઠવલે ઉપિસ્થત રહ્યા હતા. તેમના હસ્તે ફિલ્મ કલાકારો, નિર્માતા, લેખક, ડૉક્ટર, વકીલ, પત્રકાર સહિત અનેક મહાનુભાવોને ઍવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર હંમેશ ફિલ્મોદ્યોગને પ્રોત્સાહન આપતી આવી છે. ભવિષ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે.

કાર્યક્રમમાં અનુપ જલોટા, જસલીન મથારૂ, સુનીલ પાલ, પંકજ બેરી, હિમાંશુ ઝુનઝુનવાલા, એકતા જૈન, પ્રીતમ શર્મા, ઍક્શન ડાયરેક્ટર દિલીપ ખંધારે, પીઆરઓ અબ્દુલ કદીર સહિત ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક કલાકાર-કસબીઓ ઉપિસ્થત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here