સલમાન ખાન એની આગામી ફિલ્મના લૂક અને શૂટને કારણે ચર્ચામાં છે ત્યાં એનો એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે જોઈ બધા નવાઈ પામી ગયા. હકીકતમાં ચુલબુલ પાંડેના હાથમાં હથિયારને બદલે રસોડાના વાસણો દેખાઈ રહ્યા છે. શૅફના વેશમાં સલમાન ચુલા પર કંઇક રાંધી રહ્યો હોય એવું દેખાય છે. જોકે સલમાનનો આ શૅફ અવતાર પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

બાવર્ચી બનેલા સલમાનનો ફોટો જાઈ ચાહકો અનેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા. મજાની વાત એ છે કે આ ફોટો ખુદ સલમાને જ શેર કર્યો છે. જોકે ધ્યાનથી ફોટોનું કેપ્શન વાંચશો તો ખ્યાલ આવશે કે સલમાન શું રાંધવાના મૂડમાં છે. સલમાને લખ્યું હતું ગેટ રેડી ફોર તેડા તડકા બિગ બૉસ ૧૩.

સલમાન ખાનના ટૂંક સમયમાં શરૂ થઈ રહેલા રિયલિટી શો બિગ બાસ-૧૩ના નવા પ્રોમોની ઝલક આ ફોટામાં જોવા મળે છે. પ્રોમો જોઈ ખ્યાલ આવશે કે સલમાન કઈ ખિચડી રાંધી રહ્યો છે. બિગ બૉસની નવી સીઝનનું શૂટિંગ મુંબઈમાં થવાનું છે અને એનો સેટ લગભગ તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં સ્પર્ધકોના નામોની પણ જાહેરાત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here