જેઠાલાલનાં ધર્મપત્ની દયાભાભી શોમાં પાછા ફરશે કે નહીંની ચર્ચાનો માંડ અંત આવ્યો ત્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટીઆરપી મળતી ન હોવાથી એ બંધ થઈ રહી હોવાના વૉટ્સઍપે ગામ ગજવ્યું. જોકે એપ્રિલ મહિનામાં આવી અફવા જોર ન પકડે તો જ નવાઈ લાગે. ખેર, સિંગાપોરની ટુર પતાવી પાછા આવ્યા બાદ પણ મોજમસ્તીનો મૂડ ઓસર્યો ન હોય તેમ ગોકુળધામવાસીઓએ કેક કાપી જોરદાર ઉજવણી કરી.

હકીકતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 2700 એપિસોડ પૂરી કર્યાબાદ પણ ટૉપ ગિયરમાં દોડી રહી છે. સિરિયલના નિર્માતા આસિતકુમાર મોદીએ શોના તમામ કલાકાર અને ટેક્નિશિયનો સાથે સેટ પર કેક કાપી ઉજવણી કરી હતી.

સતત બાર વરસથી પ્રસારિત થઈ રહ્યો હોવા છતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હંમેશ ટૉપ ટેનમાં સ્થાન જાળવી રાખ્યું એ એની સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય. મજાની વાત એ છે કે ઘણા દર્શકોને તો તારક મહેતા સિરિયલ જોયા વિના ચેન પડતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here