2020નું વરસ દેશ-દુનિયાની સાથે બૉલિવુડને પણ એક પછી એક આંચકાઓ આપી રહ્યુ છે. એપ્રિલના અંતમાં ઇરફાન ખાનના મૃત્યુ સાથે શરૂ થયેલો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. બૉલિવુડના કાસ્ટિંગ ડિરેક્ટર ક્રિશ કપૂર માત્ર 28 વર્ષની વયે આ ફાની દુનિયા છોડી જતો રહ્યો. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે અકસ્માતમાં એનું મૃત્યુ થયુ છે. પરંતુ તેમના પરિવારજનોએ જણાવ્યું કે ક્રિશનું નિધન બ્રેઇન હેમરેજને કારણે થયું છે.

ક્રિશ કપૂર મહેશ ભટ્ટની ફિલ્મ જલેબી અને ક્રીતિ ખરબંદા અભિનીત વીરે દી વેડિંગ જેવી ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરી ચુક્યો છે. એણે વેબ સિરીઝ શુભ રાત્રિ ઉપરાંત અન્ય પ્રોજેક્ટના પણ કામો કર્યા હતા. ક્રિશ કપૂરના મામા સુનીલ ભલ્લાએ જણાવ્યું કે તેમના ભાણેજ ક્રિશનું નિધન બ્રેઇન હેમરેજને કારણે થયું છે. એને કોઈ બીમારી નહોતી એકદમ સ્વસ્થ હતો. પણ અચાનક બેભાન થયો અને એના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું. એને હોસ્પિટલ લઈ જવાયો પણ ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. ક્રિશ કપૂર પરિણીત હતો અને પરિવારમાં મા, પત્ની અને સાત વરસનો પુત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here