સુશાંત સિંહ રાજપુતના અકુદરતી મૃત્યુ બાદ ચાલી રહેલા સુશાંત સિંહ રાજપુતને ન્યાય અપાવવાના અભિયાન દરમ્યાન બૉલિવુડ માટે અપમાનજનક ભાષા વાપરવાની સાથે પીળું પત્રકારત્ત્વ કરવાનો આક્ષેપ ફિલ્મ નિર્માતાઓએ કર્યો છે. એટલું જ નહીં, ચાર ફિલ્મ અસોસિયેશન અને ૩૪ ફિલ્મ નિર્માતાઓએ અમુક ચૅનલ અને એના પત્રકારો વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે રિપિબ્લક ટીવી, એના પત્રકાર અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી, ચૅનલ ટાઇમ્સ નાઉ, એના પત્રકાર રાહુલ શિવશંકર અને નવિકા કુમારને બૉલિવુડ સેલિબ્રિટીઝ વિરૂદ્ધના પાયાવિહોણા અને અપમાનજનક રિપોર્ટિંગ અટકાવવા માટે આદેશ આપવામાં આવે.

ડીએસકે લીગલ ફર્મ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, સંબંધિત ચૅનલો બૉલિવુડ માટે અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહી હતી. તેમણે બૉલિવુડને ગંદકીથી ભરપુર હોવાનું જણાવવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલી ગંદકી સાફ કરવાની જરૂર છે, અરબસ્તાનનું બધું અત્તર પણ અહીં ફેલાયેલી ગંદકીની દુર્ગંધ દૂર નહીં કરી શકે, આ દેશનો સૌથી ગંદો ઉદ્યોગ છે અને એલએસડી-કોકેનથી બૉલિવુડ ભરાયેલું છે.

ચૅનલ વિરૂદ્ધ અરજી કરનારાઓમાં અસોસિયેશનોમાં ધ પ્રોડ્યુસર ગિલ્ડ ઑફ ઇિન્ડયા, ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિયેશન, ધ ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલ અને સ્ક્રીન રાઇટર્સ અસોસિયેશનનો સમાવેશ થાય છે. ઉપરાંત જે પ્રોડક્શન હાઉસ એમાં સામેલ છે એમના નામો છે યશરાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન્સ, આમિર ખાન પ્રોડક્શન્સ, સલમાન ખાન વેન્ચર્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ, રિલાયંસ બિગ એન્ટરટેઇન્મેન્ટ, રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ, નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇન્મેન્ટ, કબીર ખાન ફિલ્મ્સ, અજય દેવગણ ફિલ્મ્સ, કેપ ઑફ ગુડ ફિલ્મ્સ, અરબાઝ ખાન પ્રોડક્શન્સ, આશુતોષ ગોવારીકર પ્રોડક્શન્સ, અનિલ કપૂર ફિલ્મ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક, એક્સલ એન્ટરટેઇન્મેન્ટ, વિનોદ ચોપરા ફિલ્મ્સ, વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સ, રૉય-કપૂર પ્રોડક્શન્સ, એડલેબ્સ ફિલ્મ્સ, આંદોલન ફિલ્મ્સ, બીએસકે નેટવર્ક એન્ડ એન્ટરટેઇન્મેન્ટ, ક્લીન સ્લેટ ફિલ્મ્સ, એમી એન્ટરટેઇન્મેન્ટ એન્ડ મોશન પિક્ચર્સ, ફિલ્મ ક્રાફ્ટ પ્રોડક્શન્સ, હૉપ પ્રોડક્શન્સ, લવ ફિલ્મ્સ, મેકગુફિન પિક્ચર્સ, વન ઇન્ડિયા સ્ટોરીઝ, આર. એસ. એન્ટરટેઇન્મેન્ટ, રિયલ લાઇફ પ્રોડક્શન્સ, સિખયા એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબી ડિજિટલનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here