છેલ્લા ત્રણેક દાયકાની કરિયરમાં અભિનેતા સંજય કપૂરે અનેક સફળ ફિલ્મો ઉપરાંત પ્રોજેક્ટ સાથે પણ કામ કર્યું છે. ઘણા પ્રોજેક્ટમાં તેમનું પ્રદર્શન પણ સરાહનીય રહ્યું છે. એટલે જ આટલા વરસોથી તેમની લેકપ્રિયતામાં ઓટ આવી નથી.

ગયા વરસે તેમની લોકપ્રિય વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝના પર્ફોર્મન્સ માટે પુરસ્કાર એનાયત થયો હતો જે લેવા નોર્વેની મુલાકાત લીધી હતી. આ સિરીઝમાં સંજય સાથે મનીષા કોઇરાલાએ પણ કામ કર્યું હતું.

તાજેતરમાં યુનાઇટેડ કિંગડમની પાર્લિયામેન્ટના હાઉસ ઑફ કૉમનમાં યોજાયેલા ક ભવ્ય સમારંભમાં સંજય કપૂરને મોસ્ટ ઇન્સ્પાયરિંગ ઇન્ડિયન બૉલિવુડ એક્ટર ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

અભિનેતા સંજય કપૂરે કહ્યું કે, દરેક અભિનેતાને પુરસ્કાર મળે ત્યારે ઘણો આનંદ થાય છે. એમાંય જ્યારે 25 વરસના ગાળા બાદ પુરસ્કાર મળતો હોય તો એક જાતનો આનંદ થાય છે કે લોકો હજુ તમને ભૂલ્યા નથી અને તમારા કામને પસંદ કરે છે. ગયા વરસે સપ્ટેમ્બરમાં મને ઓસ્લોમાં લસ્ટ સ્ટોરીઝ માટે ઍવોર્ડ મળ્યો હતો. હવે બરોબર એક વરસે મને યુકેમાં એક અભિનતા તરીકે કરેલો કાર્યો માટે ઍવોર્ડ મળ્યો છે. ખાસ કરીને આ મેં છેલ્લા બે વરસમાં કરેલા કામની ઉપલબ્ધિ છે. દિલ સંભલ જા જરા સે, લસ્ટ સ્ટોરીઝ અને હાલમાં રિલીઝ થયેલી બૉલિવુડની ફિલ્મ મિશન મંગલ આ દર્શાવે છે. તાજેતરમાં એમ્મીમાં લસ્ટ સ્ટોરીઝને નોમિનેશન મળ્યું હતું જે ઘણા આનંદની વાત છે. મને વિશ્વાસ હતો કે કભી-કભી, 30 મિનિટની એક શોર્ટ ફિલ્મ તમારી કરિયરમાં ચમત્કાર સર્જી શકે છે. સિરીઝે મને જે પ્રકારનું પ્લેટફોર્મ પૂરૂં પાડ્યું છે એ દિલને રાહત આપે એવું છે. આ પુરસ્કાર મળવાને કારણે હું ઘણો ઉત્સાહિત છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here