2020નું વર્ષ બૉલિવુડ માટે જાણે કાળ ચોઘડિયામાં શરૂ થયું હોય એવું લાગી રહ્યુ છે. એક પછી એક બૉલિવુડને આંચકા લાગી રહ્યા છે. ઇરફાન ખાનના મૃત્યુના આઘાતમાંથી હજુ ચાહકો બહાર નીકળે એ પહેલાં રિશી કપૂર અવસાન પાયા હોવાના સમાચારે બૉલિવુડની સાથે ફિલ્મોના રસિયાઓને પણ શૂન્યમનષ્ક બનાવી દીધાં. હવે સમાચાર આવ્યા છે કે હૈ અપના દિલ તો આવારાથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિવ્યા ચૌકસેનું કેન્સરને કારણે અવસાન થયું છે.

અભિનેત્રા-મૉડેલ-સિંગર દિવ્યા ચૌકસે ઘણા દિવસથી કેન્સરથી પીડાતી હોવાની જાણકારી એની કઝિન સૌમ્યા અમીશ વર્માએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી. એ અગાઉ દિવ્યાએ પણ 18 કલાક પહેલાં એના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ લખ્યો હતો.  જેમાં એણે લખ્યું હતું, હું જે કહેવા માંગું છું એના માટે શબ્દો પૂરતા નથી. ભલે શબ્દોનો ભંડાર હોય, એ પણ ઓછા છે. મને ગાયબ થયાને મહિનાઓ વીત્યા છે અને સંદેશાઓની ભરમાર છે. આ સમય છે કે હું તમને જાણ કરૂ કે, હું મારાં મૃત્યુની શૈયા પર છું. હા, હું મજબૂત છું. એ જિંદગી માટે જેમાં સંઘર્ષ નથી. કૃપયા કોઈ સવાલ ન કરે. માત્ર ભગવાન જાણે છે કે તમે માકા માટે કેટલા મહત્ત્વના છો.

દિવ્યા 2011માં મિસ યુનિવર્સ કન્ટેસ્ટંટ રહી ચુકી છે. 2016માં હૈ અપના દિલ તો આવારાથી બૉલિવુડમાં એન્ટ્રી કરી. 2018માં દિવ્યાએ પટિયાલે દી ક્વીન ગીતથી સિંગિંગ ડેબ્યુ કર્યું હતું. દિવ્યા ભોપાળના ઍડવોકેટ પરિવારની હતી. સ્તૂલનું શિક્ષણ ભોપાળમાં લીધા બાદ ગ્રેજ્યુએશન દિલ્હીથી કર્યું. ત્યાર બાદ એણે લંડનની બેડફોર્ડશાયર યુનિવર્સિટીમાં ઓક્ટિંગનો કોર્સ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here