આખરે જે ચર્ચાઈ રહ્યું હતું એ હકીકત બનીને બહાર આવ્યું છે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે 5-6 મોટી ફિલ્મોના સર્જકો ઓટીટી પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ રિલીઝ કરવા માટે વાટાઘાટ કરી રહ્યા છે. હકીકતમાં લક્ષ્મી બૉમ્બ ઇદના અવસરે રિલીઝ થવાની હતી. પરંતુ લૉકડાઉનને કારણે થિયેટ્રિકલ રિલીઝ ક્યારે થઈ શકશે એ નક્કી ન હોવાથી નિર્માતાઓ ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી રહ્યા છે. અગાઉ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબોના સર્જકોએ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા હોવાની જાહેરાત કર્યા બાદ અક્ષય કુમારની બિગ બજેટ ફિલ્મ લક્ષ્મી બૉમ્બ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી હોવાની આજે જાહેરાત કરાઈ છે. એક અહેવાલ મુજબ લક્ષ્મી બૉમ્બ પણ હૉટસ્ટાર પર રિલીઝ થશે.

બૉલિવુડમાં ચાલી રહેલી ચર્ચા મુજબ એક ઓટીટી પ્લેટફોર્મે લક્ષ્મી બૉમ્બના રાઇટ્સ 125 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ઇન્ડસ્ટ્રીના એક જાણીતા ટ્રેડ એનાલિસ્ટે પણ આ ન્યુઝને કન્ફર્મ કરતા જણાવ્યું કે, લક્ષ્મી બૉમ્બ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી હોવાની વાત સાચી છે.

ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે સહમતિ સધાઈ નહોતી, પણ હવે બધું સમુસૂતરૂં પાર પડ્યું છે. જોકે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ થોડું બાકી હોવાથી ફિલ્મ વતા મહિને રિલીઝ નહીં થાય.

મળતા અહેવાલ મુજબ મોટી ફિલ્મોના ડિજિટલ રાઇટ્સ લગભગ 60-70 કરોડ રૂપિયામાં વેચાય છે. પરંતુ આ ફિલ્મ થિયેટરને બદલે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી હોવાથી આટલી મોટી રકમ આપી ખરીદવામાં આવી છે. ટ્રડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ જો ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાત તો રાધે સાથે ટક્કર થવા છતાં 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કરત. એટલે થિયેટરને બદલે ડિજિટલ પર રિલીઝ કરવાથી નિર્માતાને નુકસાન જ થયુ છે.

મળતા અહેવાલ મુજબ અક્ષય કુમાર નહોત ઇચ્છતો કે કોઈને પણ નુકસાન થાય. ફિલ્મમાં અક્ષય કુમારે તૃતીયપંથીની ભૂમિકા ભજવી છે. ફિલ્મની હીરોઇન છે કિયારા અડવાણી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here