સેન્સર બોર્ડના ઇશ્યુને કારણે શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કતી ફિલ્મ બ્લેક બોર્ડ વર્સિસ વ્હાઇટ બોર્ડની રિલીઝની તારીખ નક્કી થી શકતી નહોતી. પરંતુ હવે રિલીઝ ડેની બધી આડખીલી દૂર થતાં 12 એપ્રિલે ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મમાં એક નાના શહેરની વાત કહેવામાં આવી છે અને એ લોકોને હકીકતની જાણ કરે છે. ફિલ્મના એક કલાકાર રઘુવીર યાદવના જણાવ્યા મુજબ ફિલ્મને રિલીઝ કરવામાં જેટલી તકલીફ સહન કરવી પડી એનાથી વધારે હાલાકી એના નિર્માણ સમયે ભોગવવી પડી.

ફિલ્મમાં રઘુવીર યાદવ ઉપરાંત ધર્મેન્દ્ર સિંહ, અલિસ્મિતા ગોસ્વામી, અશોક સમર્થ, અખિલેન્દ્ર મિશ્રા અને પંકજ ઝા મુખ્ય ભૂમિકામાં છે. તરૂણ બિષ્ટ દ્વારા દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણમાઇલસ્ટોન ક્રિએશન્સ અને રતન શ્રી એન્ટરટેઇન્મેન્ટના નુપૂર શ્રીવાસ્તવ, ગિરીશ તિવારી ને આશુતોષસિંહ રતને કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here