સુશાંત સિંહ રાજપુત કેસમાં ગૂંચવાડો વધતો જાય છે. હવે આ કેસમાં સુસાન વૉકર નામની વિદેશી મહિલાનું નામ બહાર આવ્યું છે. સુસાન એ મેન્ટલ થેરાપિસ્ટ છે અને એણે આપેલી જાણકારીના આધારે જ પોલીસે સુશાંતના મૃત્યુનું અનુમાન કર્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. વૉકરે સુશાંતની માનસિક હાલત અંગે મીડિયાને અલગ અલગ જાણકારી આપી હોવાથી પોલીસ, સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ થવી જોઇએ, એવી માંગણી ભાજપે કરી છે.

ભાજપના વિધાનસભ્ય ઍડવોકેટ આશિષ શેલારે આના સંદર્ભમાં એક વિડિયો ટ્વીટ કર્યો છે. એમાં તેમણે સુસાન વૉકર અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. સુશાંત સિંહની આત્મહત્યાની તપાસ પોલીસ યોગ્ય રીતે કરી રહી નથી એમ અમે વારંવાર કહીએ છીએ. મુંબઈ પોલીસે સુસાન વૉકર નામની મનોચિકિત્સક મહિલાએ આપેલી જાણકારીના આધારે સુશાંતે આત્મહત્યા કરી હોવાનું જાહેર કર્યુ છે. પરંતુ એને કારણે અમુક ગંભીર સવાલો ખડા થયા છે, એમ શેલારે જણાવ્યું હતું.

સુસાન વૉકર વિદેશી મહિલા છે અને ભારતમાં મનોચિકિત્સક તરીકે કામ કરે છે. પરંતુ તેમને ભારતમાં કામ કરવાની પરવાનગી છે? જો પરવાનગી ન હોય તો અહીં પ્રેક્ટિસ કેવી રીતે કરી શકે? જ્યાંથી એ કરોડો રૂપિયા કમાય છે, એ માટે મહાપાલિકાની અને મુંબઈ પોલીસની એનઓસી તેમણે લીધી છે કે અને જો ન લીધી હોય તો સુસાન વૉકરને ગેરકાયદે ધંધો કરવાનું પીઠબળ રાજ્ય સરકારમાંથી કોઈ આપી રહ્યુ છે કે બૉલિવુડનો કલાકાર આપી રહ્યો છે, એવા પ્રશ્ન શેલારે ઉપસ્થિત કર્યા છે.

અમારી જાણકારી મુજબ સુસાન વૉકરે ચૅનલોને સુશાંતના માનસિક સ્થિતિની જાણકારી આપી હતી. મેન્ટલ ઍક્ટ મુજબ આવી જાણકારી આપી શકાય નહીં. તો તેમણે કાયદાનો ભંગ કેવી રીતે કર્યો? તેમને એને માટે કોણ પીઠબળ પૂરૂં પાડી રહ્યુ છે? આ તમામ બાબતોની તપાસ કરવી જરૂરી હોવાની માંગણી પણ શેલારે કરી છે

4-5 દિવસ અગાઉ બરખા દત્તે સુશાંત સિંગ રાજપુતની કથિત સાયકિયાટ્રિસ્ટ સુસાન વૉકરનો વિડિયો શેર કર્યો હતો. સુસાને બરખા દત્તને જણાવ્યું હતું કે સુશાંત બાયપોલર ડિસઓર્ડરથી પીડાતો હતો અને એની પાર્ટનર રિયા એને સહાય કરી રહી હતી. વિડિયોમાં વૉકર કહે છે કે સુશાંત અને રિયા અંગે સોશિયલ મીડિયા અને પ્રેસમાં ખોટી જાણકારીનો મારો ચાલી રહ્યો હોવાથી મેં નક્કી કર્યું કે હકીકતની જાણ કરવી મારી ફરજ છે.

આને પગલે નેટિઝન્સે સુસાનની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠાવવાની સાથે સુસાન ક્લાયન્ટની આવી સંવેદનશીલ વાત જાહેર કેવી રીતે કરી શકે. ઉપરાંત સુસાન કાઉન્સેલર/થેરાપિસ્ટ છે સાયકિયાટ્રિસ્ટ નહીં એમ બરખાનો વિડિયો જોઈ ભડકેલા સુશાંતના ચાહકે ટ્વીટર પર જણાવ્યું હતું. એ સાથે ઉમેર્યું હતું કે સુસાન પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી, એ કાઉન્સેલર છે અને એણે લંડન ખાતે સાયકોલૉજી સાથે એમએસસી કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here