ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા મધુ મંટેના ટૂંક સમયમાં કાશ્મીરનાં છેલ્લા હિન્દુ મહારાણીની જીવનીને મોટા પરદે લાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ કોટા રાનીના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. ૧૪મી સદીની રાણી અંગે કહેવાય છે કે એ અતિશય સુંદર હતી અને એક મહાન પ્રશાસક અને રણનીતિકાર પણ હતી.
મધુ મંટેનાનું કહેવું છે કે, આ ઘણી આઘાતજનક બાબત છે કે એક ભારતીય તરીકે આપણે કોટા રાણી જેવી વ્યક્તિ અંગે પૂરતી જાણકારી ધરાવતા નથી કે એ વિશે જરાય જાણતા નથી. ક્લિયોપેટ્રા સાથે એમની સરખામણી કરવી જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. અને આજે આપણે જે જોઈ રહ્યા છીએ એ મોટા ભાગે કોટા રાનીની જીવની સાથે સંબંધિત છે.
કોટા રાનીનું જીવન ઘણું નાટકીય હતું અને તેઓ કદાચ સૌથી સક્ષમ મહિલા શાસક હતાં જેને ભારતે જન્મ આપ્યો હોય. એમના વિશે જાણકારી ન મેળવીએ તો એ શરમજનક હશે.
રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટના ગ્રુપના સીઇઓ શિવાશિષ સરકારે જણાવ્યું કે, કોટા રાનીની જીવની વધુમાં વધુ લોકો સુધી પહાંચાડવાનો અમારો ઉદ્દેશ છે અને અમે ફિલ્મ બનાવવવામાં કોઈ કચાશ નહીં છોડીએ.