ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવની પર ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અમાંશ ફિલ્મ્સના માલિક શિવા શર્મા અને જીશન અહમદે ઉલ્લેખ એનપી દ્વારા લિખિત પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયીના રાઇટ્સ મેળવી લીધા છે. એમાં વાજપેયીના બાળપણ, કૉલેજ લાઇફ, રાજનેતા બનવા જેવી તેમની જિંદગીની અનેક બાજુ દર્શાવવામાં આવશે.

શર્માએ કહ્યું કે, ધ અનટોલ્ડ વાજપેયી મારી સૌથી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. અને આ રિયલ લાઇફના હીરોને મોટા પરદે લાવવા સમર્થ હોવાનો આનંદ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ પુસ્તક વાંચતી વખતે મને તેમના વ્યક્તિત્વના અનેક પહેલુઓ, વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલા કાર્યો અંગેની જાણકારી પણ મળી. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ચાલી રહ્યું છે. એ કામ પૂરૂં થયા બાદ ફિલ્મના દિગ્દર્શક અને કલાકારોની પસંદગી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here