ફિલ્મની જાહેરાત થવાથી લઈ એનું પોસ્ટર રિલીઝ સુધી ચર્ચામાં રહેલી મરાઠી ફિલ્મ જજમેન્ટનું દિલધડક ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોની ઉત્સુકતામાં ઓર વધારો થયો છે.

ફિલ્મના કેન્દ્રમાં છે સમાજમાં થતો મહિલાઓ પરનો અત્યાચાર. આ સંવેદનશીલ વિષય પર અગાઉ ઘણી ફિલ્મો બની છે પરંતુ જજમેન્ટ અગાઉની ફિલ્મો કરતા અલગ કથાનક ધરાવે છે.

ફિલ્મ નીલા સત્યનારાયણની નોવેલ ઋણ પર આધારિત છે. નીલા સત્યનારાયણ નિવૃત્ત સનદી અધિકારી અને મહારાષ્ટ્રના પહેલાં મહિલા ઇલેક્શન કમિશનર હતાં. ફિલ્મની હારોઇન માતાને થયેલા અન્યાય સામે ન્યાય મેળવવા લડત ચલાવે છે.

https://youtu.be/q1mopO0lqRQ

(ફિલ્મનું ટ્રેલર જોવા લિન્ક પર ક્લિક કરો)

ડૉક્ટર પ્રલ્હાદ ખંદારે દ્વારા નિર્મિત અને સમી સુર્વે દિગ્દર્શિત જજમેન્ટના કલાકારો છે તેજશ્રી પ્રધાન, મંગેશ દેસાઈ, શ્વેતા પગાર, માધવ અભ્યંકર, સતીશ સલાગરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here