દિગ્દર્શક હૈદર કાઝમી, ઇરીના રાતકો અને નિર્માતા લિયાકત ગોલાએ તેમની આગામી ફિલ્મ બેન્ડિટ શકુંતલાનો ફર્સ્ટ લૂક ૪૦મા અમેરિકન ફિલ્મ માર્કેટ (એએફએમ)માં રિલીઝ કર્યો હતો. ફિલ્મની વાર્તા બિહારની ડાકુ શકુંતલાની જિંદગી પર આધારિત છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં ડાકુ શકુંતલાની ભૂમિકા ખુદ શકુંતલાએ જ ભજવી છે. તો મુખ્ય ભૂમિકામાં છે અભિમન્યુ સિંહ. આ બે કલાકાર ઉપરાંત લલિતેશ ઝા, રતનલાલ, મુઝિમ્મલ કુરેશી અને હૈદર કાઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

બેન્ડિટ શકુંતલાને આવતા વરસે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરાશે. ફિલ્મના નિર્માતા છે ઉપેન્દ્રકુમાર, પિન્ટુકુમાર અને શરવન પ્રસાદ. ફિલ્મનું પૂરું શૂટિંગ બિહારમાં કરાશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here