દીપક પરાશરથી લઈ જ્હૉન અબ્રાહમ સુધીના અનેક કલાકારોએ મૉડેલિંગની દુનિયામાંથી બૉલિવુડમાં એન્ટ્રી કરી છે. હવે આ યાદીમાં ઓર એક નામનો ઉમેરો થયો છે. સીઝન્સ ગ્રીટિંગ્સ ફિલ્મથી અઝહર ખાન બૉલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે. રામ કમલ મુખર્જીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં અઝહર સાથે છે સેલિના જેટલી.

શૂટિંગના દિવસોને યાદ કરતા અઝહર ખાન કહે છે કે, સેલિના જેટલી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. ફિલ્મનું શૂટિંગ પૂરૂં થઈ ગયું છે પણ શૂટિંગ દરમ્યાન કરેલી ધમાલ મારા માટે આજીવન સંભારણુ બની રહેશે. કોઈ પણ નવોદિતને આવો મોકો જ્વલ્લે જ મળતો હોય છે. રાજા કમલ મુખર્જીએ મારા જેવા નવોદિતને મોકો આપ્યો એ માટે હું તેમનો આભારી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here