એડવાન્સ બુકિંગ માટે થયેલા ધસારાને જોઈ ટ્રેડ એક્સપર્ટ આશ્ચર્યચકિત

ફિલ્મી ટ્રેડવર્લ્ડના મળતા અહેવાલ સાચા માનીએ તો એવેન્જર્સ ઍન્ડગેમનું જે રીતે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે એ જોતા હૉલિવુડની ફિલ્મ બાહુબલી-2 અને દંગલ જેવી ફિલ્મોના તમામ રેકૉર્ડ તોડશે.

રવિવારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયું કે એવેન્જરના ચાહકો ટિકિટ બુક કરાવવા તૂટી પડ્યા હતા. પોતાની નજદિકના થિયેટરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટિકિટ ઑનલાઇન બુક કરાવવા એટલો ધસારો થયો કે વેબસાઇટ ક્રેશ થઈ હતી. આ લખનારે અનુભવ્યું હતું કે ફિલ્મની ટિકિટ માટે યંગસ્ટર્સ રવિવારના બધા કામ પડતા મુકી એક જ, એવેન્જર્સ ફિલ્મના એડવાન્સ બુકિંગના મિશન પર લાગી ગયા હતા.

બૉલિવુડના જાણીતા ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે તેમના લેટેસ્ટ ટ્વીટમાં લખ્યું હતું કે, એવેન્જર્સ ઍન્ડગેમના એડવાન્સ બુકિંગ અંગે જે ન્યુઝ આવી રહ્યા છે એ ચોંકાવનારા છે. 2018 અને 2019માં હિન્દી ફિલ્મોએ જે ઓપનિંગ લીધું છે એના કરતાં અનેકગણું મોટું ઓપનિંગ એવેન્જર્સ ઍન્ડગેમ લેશે. જો આવો જ ટ્રેન્ડ ચાલ્યો તો ફિલ્મ ભારતીય બોક્સ ઑફિસ પર અનેક રેકૉર્ડ બનાવશે.

ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોતા લાગી રહ્યું છે કે એના પર આઈપીએલની પણ કોઈ અસર જણાતી નથી. બૉલિવુડના ઘણા નિર્માતા એવું માનતા હોય છે કે આઈપીએલ દરમ્યાન ફિલ્મ રિલીઝ કરવાથી બોક્સ ઑફિસ પર અસર પડે છે. પરંતુ એવેન્જર્સ ઍન્ડગેમ ભારતીય નિર્માતાઓની વિચારસરણી કદાચ ધરમૂળથી બદલી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here