સાંતાક્રુઝમાં એસએનડીટી કૉલેજની સામે અભિનયના ક્લાસ ચલાવતી આશા ચંદ્રાની થોડા વરસ અગાઉ લીધેલી મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયા એના વિદ્યાર્થી કેવી રીતે બન્યા.

પાંત્રીસેક વરસ પહેલાંની વાત યાદ કરતા આશા ચંદ્રાએ રિશી કપૂરની ટ્રેનર કેવી રીતે બની એની વાત જણાવતા કહ્યું કે, હકીકતમાં હું રાજ કપૂર પાસે રોલ માગવા ગઈ હતી. જોકે રાજસાબે મને ફિલ્મ ઑફર કરવાને બદલે કહ્યું હું એક લવ સ્ટોરી બનાવી રહ્યો છું અને એમાં રિશીની સાથે એક નવી છોકરીને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છું. તું એક કામ કર રિશી અને ડિંપા (ડિમ્પલ કાપડિયા)ને શૂટિંગ શરૂ થાય એ પહેલાં અભિયનના પાઠ ભણાવ.

1970-71ના સમયગાળા દરમ્યાન મારી પાસે મારૂં પોતાનું ઘર નહોતું એટલે બંનેને અભિનયની ટ્રેનિંગ આર. કે. સ્ટુડિયોમાં રાજ કપૂરના મેકઅપ રૂમમાં આપતી હતી. રિશી કપૂર એકદમ સિન્સિયર સ્ટુડન્ટ હતો. એણે કદી એવું દર્શાવવાની કોશિશ નહોતી કરી કે એ રાજ કપૂરનો દીકરો છે. એક સાધારણ વિદ્યાર્થીની જેમ આવતો, પૂરી લગનથી શીખતો અને ઘરે જતો. આટલા મોટા ખાનદાનમાંથી આવતો હોવા છતાં એનામાં કોઈ ઘમંડ નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here