શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિક ટૉક પર વધુ ને વધુ સેલિબ્રિટીઝ જોડાઈ રહી છે. હવે જુઓને ટિક ટૉક જેવા શોર્ટ વિડિયો પ્લેટફોર્મ પર કપિલ શર્મા રિચા ચઢ્ઢા જેવા કલાકાર બાદ હવે લખન ભૈયા એટલે કે અનિલ કપૂરે એન્ટ્રી કરી છે. કપિલ શર્માએ અનિલ કપૂરને માત્ર ઇન્ટ્રોડ્યુસ જ નહોતો કર્યો પણ એની સાથે પહેલો વિડિયો પણ બનાવ્યો. અનિલે તો એના ચાહકોને ટિક ટૉક પરના એના વિડિયો જોવા પણ કહ્યું.