ત્રીજી જૂન એટલે બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની મેરેજ એનિવર્સરી. લગ્નની 47મી એનિવર્સરી ઉજવી રહેલા અમિતાભ બચ્ચને સેશિયલ મીડિયા પર લગ્નના ફોટોગ્રાફ્સનું કૉલાજ મુકવાની સાથે જયા બચ્ચનને એનિવર્સરી વિશ કરી હતી. એ સાથે અમિતાભે લગ્ન પૂર્વેનો એક મજેદાર કિસ્સો પણ જણાવ્યો હતો.

અમિતાભ બચ્ચને પોસ્ટ કરેલા ફોટા લગ્ન મંડપના છે. જેમાં શેરવાની પહેરીને હવન કુંડ પાસે બેઠેલા અમિતાભ જયાને ચાંદલો કરતા નજરે પડે છે. ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું હતું, 47 વરસ… આજના જ દિવસે… 3 જૂન 1973.

એ સાથે તેમણે લખ્યું હતું, અમે નક્કી કર્યું હતું કે ઝંઝીર હિટ થાય તો અમે થોડા મિત્રો સાથે લંડન જઇશું. મારા પિતાએ પૂછ્યું કોની સાથે જઈ રહ્યો છે? મેં જ્યારે જણાવ્યુ કે કોની સાથે જઈ રહ્યો છું તો તેમણે કહ્યું કે એની સાથે જવું હોય તો પહેલાં લગ્ન કરવા પડશે, નહીં તો નહીં જાય. તો મેં તેમની આજ્ઞાનું પાલન કર્યું.

અમિતાભ બચ્ચનની આ પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. ફોટો અપલોડ કર્યાના થોડા કલાકોમાં જ પાંચ લાખ લોકો એને લાઇક કરી ચુક્યા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પહેલી ફિલ્મ હતી 1972માં આવેલી ફિલ્મ બંસી બિરજુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here