2018-19ના નાણાકીય વર્ષ માટે અમિતાભ બચ્ચને 70 કરોડ રૂપિયા ટેક્સ પેટે ભર્યા છે. અમિતાભના પ્રવક્તાએ એક રિલીઝમાં જણાવ્યું છે કે, મિસ્ટર બચ્ચને 2018-19ના નાણાંકીય વર્ષ માટે 70 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ પેટે ચુકવ્યા છે. મીડિયા રિપોર્ટ્સના અહેવાલને માનીએ તો આ સમયગાળા દરમ્યાન બૉલિવુડના કોઈ કલાકાર દ્વારા ચુકવાયેલો સૌથી વધુ આવકવેરો છે.

આ વરસે બિગ બીએ બિહારના મુઝફ્ફરપુરના 2084 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. ઉપરાંત 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પણ 10-10 લાખ રૂપિયાની સહાય કરી હતી.

અમિતાભ બચ્ચન છેલ્લે તાપસી પન્નુ સાથે બદલામાં દેખાયા હતા. તો ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે. એ સાથે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી રૂમી જાફરી દિગ્દર્શિત સાયકોલોજિકલ થ્રિલરમાં નજરે પડશે. ફિલ્મના નિર્માતા છે આનંદ પંડિત.

નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે, મારી અને બચ્ચન વચ્ચે બે દાયકાથી મિત્રતા છે. હજુ સુધી હું કોઈ એવા કલાકારને નથી મળ્યો જે એમની જેમ કામ પ્રત્યે સમર્પિત હોય. મારા માટે સન્માનની વાત છે કે હું આવા લિજેન્ડ કલાકાર સાથે કામ કરવાનો અવસર મળ્યો. ફિલ્મનો વિષય એવો છે કે અમે અમિતાભની સામે ઇમરાનને સાઇન કર્યો છે. આટલા વરસોમાં પહેલીવાર ઇમરાન હાશ્મી અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here