જેમ ગુડ્ડી ફિલ્મમાં ધર્મેન્દ્રએ તેમનું પોતાનું પાત્ર ભજવ્યું હતું તેમ અમિતાભ બચ્ચન પણ એક મરાઠી ફિલ્મ એબી આણી સીડીમાં અમિતાભ બચ્ચન તરીકે જ નજરે પડશે. ફિલ્મમાં ગુજરાતી-હિન્દી અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ કલાકાર વિક્રમ ગોખલે મુખ્ય ભૂમિકામાં છે. જોકે અમિતાભ બચ્ચન એક ખાસ ભૂમિકામાં વિક્રમ ગોખલેના મિત્ર તરીકે દેખા દેશે.

તાજેતરમાં ફિલ્મના પોસ્ટરને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક મિલિંદ લેલેએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન જેવા કલાકારને મળવું આસાન નથી હોતું, પણ મારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા વિક્રમ ગોખલેએ મને ઘણી સહાય કરી. વિક્રમ ગોખલે અને અમિતાભે ખુદા ગવાહ, અકેલા જેવી અડધો ડઝન જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

અમિતાભ બચ્ચનની આ પહેલી મરાઠી ફિલ્મ છે એવું નથી. અગાઉ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અક્કામાં નજરે પડ્યા હતા. આ ફિલ્મ અમિતાભ બચ્ચનના મેકઅપ મેન દીપક સાવંતે બનાવી હતી. એટલું જ નહીં, અમિતાભ બચ્ચને ૨૦૦૯માં રિલીઝ થયેલી અને ચર્ચિત ફિલ્મ વિહિર (કુવો)નું નિર્માણ કરી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here