બૉમ્બે ડૉકમાં થયેલા ભયાનક ધમાકાને 14 એપ્રિલે 75 વરસ પૂરા થયા. આ દુર્ઘટનામાં લગભગ 1300 લોકોએ જીવ ગુમાવ્યો હતો તો અંદાજે 80 હજાર લોકો બેઘર બન્યા હતા. આગ ઓલવવા ગયેલા અગ્નિશમન દળના 66 જવાનો પણ મૃત્યુ પામ્યા હતા.

આ દુર્ઘટના બાદ અગ્નિશમન દળ અનેક અત્યાધુનિક સાધન-સામગ્રીથી સજ્જ થયું હોવા છતાં આજે પણ અનેક જણ આગને કારણે જીવ ગુમાવે છે. મોટાભાગની આગ બેદરકારીને કારણે લાગતી હોવાનું જાણવા છતાં લોકો એ પ્રત્યે આંખ આડા કાન કરતા હોય છે. આથી નાગરિકોમાં જાગૃતિ આવે એ માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે. જેમાં ચલો ઇન્ડિયા અબ સાથ ચલેંગે હમ નામક એન્થમ સાથે અમિતાભ બચ્ચન તમામ ભારતીયો સાથે મળી અગ્નિ સુરક્ષાના પથ પર ચાલવાની અપીલ કરતા નજરે પડે છે. (જુઓ વિડિયો)

https://youtu.be/H4mneAguvIM

ચલો ઇન્ડિયા મેડ એન ક્રેઝી મીડિયાનૉમિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલા અભિયાનનો એક હિસ્સો છે. મેડ એન ક્રેઝીની પરિકલ્પનાને મહારાષ્ટ્ર અગ્નિશમન સેવા નાગરિક કલ્યાણ સંગઠને સહયોગ આપ્યો છે. આ અભિયાનને મહારાષ્ટ્ર અગ્નિશામક સેવા શહેરી વિકાસ-2ના ડિરેક્ટર (મહારાષ્ટ્ર સરકાર) અને ભારત સરકારના ફાયર એડવાઇઝરનું પણ સમર્થન મળ્યું છે.

આ ગીતના લૉન્ચિંગ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે રાજભવન ખાતે કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here